અહીં ઉજવાય છે ચા મહોત્સવ, જોવાનું ચૂકતા નહીં ભારતના આ 5 ટી ગાર્ડન્સ

ચાનો સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદક હોવાને લીધે ભારતને પોતાના પ્રભાવશાળી ચાના બગીચા ઉપર ગર્વ છે.

Divyabhaskar.com | Updated - Nov 04, 2017, 05:39 PM
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ચાનો સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદક હોવાને લીધે ભારતને પોતાના પ્રભાવશાળી ચાના બગીચા ઉપર ગર્વ છે. આ બગીચા દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા છે. વિદેશી પ્રવાસીઓ પણ ભારત આવીને ચાના બગીચા જોવા જવાનું નથી ભૂલતા. પ્રવાસીઓ ખુલીને બગીચાની ગ્રીનરીનો આનંદ માણી શકે છે, તો ચાલો આજે ભારતમાં આવેલા એવા જ પ્રસિદ્ધ ચાના બગીચા વિશે જાણીએ...
દાર્જલિંગ, પશ્ચિમ બંગાળ
ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશન તરીકે પ્રસિદ્ધ દાર્જલિંગ તેના ચાના બગીચા માટે પણ લોકપ્રિય છે. અહીં ભારતની આશરે 25 ટકા ચાનું ઉત્પાદન થાય છે. મોસમ અને પ્રાકૃતિક સુંદરતાને લીધે દાર્જલિંગ ભારતના સૌથી વધુ ચાના બગીચા ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં ફરવા માટે માર્ચથી નવેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઈન્ડિયાના અન્ય પ્રખ્યાત ટી ગાર્ડન્સ વિશે વિસ્તારમાં...

Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
નીલગિરી, તામિલનાડુ
 
ભારતમાં આ જગ્યા પ્રસિદ્ધ હોવાનું એક કારણ એ પણ છે તે અહીં આશરે 100 વર્ષથી ચાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નીલગિરી પહાડ પર કેટલાય જાતના ચાના છોડ છે, જેની ખૂશ્બુ ઉત્તમ છે. નીલગિરીની નજીક જ છે કુનૂર, જ્યાં પ્રવાસીઓ કેટલાય સુંદર ચાના બગીચાનો આનંદ માણી શકે છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઈન્ડિયાના અન્ય પ્રખ્યાત ટી ગાર્ડન્સ વિશે વિસ્તારમાં...
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
જોરહાટ અસમ
 
અસમની ચા સંપૂર્ણ વિશ્વમાં પોતાના ચમકદાર રંગ અને સારા ફ્લેવર માટે પ્રસિદ્ધ છે. જોરહાટને દેશનું સૌથી મોટું ચા ઉત્પાદક ક્ષેત્ર માનવામાં આવે છે. જોરહાટમાં દરવર્ષે એક ચા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જોરહાટ અને તેની આજુબાજુના વિસ્તારમાં અંદાજિત 135 કરતા વધુ ચાના બગીચા આવેલા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઈન્ડિયાના અન્ય પ્રખ્યાત ટી ગાર્ડન્સ વિશે વિસ્તારમાં...
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
મુન્નાર, કેરળ
 
કેરળના પ્રસિદ્ધ હિલ સ્ટેશન મુન્નારમાં દૂર-દૂર સુધી લીલી ચાના બગીચા જોઈ શકાય છે. અહીં ટાટાની ચાની એક મોટી મેન્યૂફેક્ચરિંગ કંપની પણ સ્થિત છે. અહીં ઈન્ડિયાનો પહેલો ટી મ્યુઝિયમ આવેલો છે જે નાલાથન્ની ઇસ્ટેટમાં છે. આ ટી મ્યુઝિયમમાં મુન્નારમાં શરૂ થયેલી ચાની ખેતીના વર્ષો જૂના ઇતિહાસ વિશે જાણવાનો મોકો મળે છે. જો તમે અહીં ફરવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો સોમવારના ન કરવી કારણ કે આ દિવસે મ્યુઝિયમ બંધ હોય છે. કુંડેલ ટી પ્લાન્ટેશન જે ઝરણાંની વચ્ચોવચ સ્થિત છે, ફરવા માટે શાનદાર જગ્યાઓમાંથી એક છે. રોકાવા માટે ટી સેંચ્યુરીની સુવિધા અવેલેબલ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઈન્ડિયાના અન્ય પ્રખ્યાત ટી ગાર્ડન્સ વિશે વિસ્તારમાં...
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
વાયનાડ, કેરળ
 
અહીં ચાની સાથે જ અન્ય કેટલીય અગત્યની વસ્તુઓની ખેતી કરવામાં આવે છે. મસાલાથી લઈને કોફી સુધીનું પ્રોડક્શન અહીં થાય છે. જોકે, મોટાભાગે ચાના બગીચા કાલપેટ્ટામાં જોવા મળે છે, જ્યાં જવા માટે ચેમબ્રા પીકથી થઈને જઈ શકાય છે. 4.025 એકડમાં ફેલાયેલા ટી ઇસ્ટેટમાં રોકાવાની સુવિધા મળે છે. આ સિવાય ટી ટૂર, ટી ફેક્ટ્રી જોવી તથા ટ્રેકિંગ જેવી એક્ટિવિટીઝને પણ એન્જોય કરી શકાય છે. અહીં જવા માટે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે. વરસાદની સીઝનમાં પ્લાનિંગ ન કરવી.
X
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
Tea Tourism: 5 Places to Visit In India To See Tea Plantations
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App