48 દિવસનો રણોત્સવ વાલુ થશે 15 ડિસેમ્બરથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2009માં રણોત્સવ ત્રણ દિવસના ઉત્સવથી શરૂ થયો હતો, જે અત્યારે વધીને પૂરા 48 દિવસનો બની ગયો છે. આ ભારતીય મહોત્સવ 15 ડિસેમ્બરે શરૂ થશે અને 31 જાન્યુઆરી સુધી ચાલશે. રાજ્યસરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, ત્યાં બનાવવામાં આવેલા 350 તંબુમાંથી 75% તંબુ તો બુક પણ થઈ ગયા છે. પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું, "ગયા વર્ષે 39 દિવસના રણોત્સવમાં, રફેદ રણમાં લગભગ 63,000 પ્રવાસીઓ આવ્યા હતા. આ વર્ષે અમને લાગે છે કે તેમાં ત્રીસ ટકા વધારો થશે. પ્રાઈવેટ સેક્શન દ્વારા 150 ટેન્ટનો વધારો કરવામાં આવ્યો છે." રણોત્સવના ત્રી-દિવસીય ઉત્સવમાં રણની ભૌગોલીક માહિતી અને કચ્છના કલ્ચરની સમજ આપવામાં આવે છે. આ વર્ષે બુજુર્ગોને અને વિદેશીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કમિશનર ઓફ ગુજરાત ટુરિઝમના એમ. ડી. સંજય કાઉલે કહ્યું, "ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીયોમાં 30%નો વધરો થયો છે, પરંતુ અમે બુજુર્ગો અને વિદેશીઓને 10% ડિસ્કાઉન્ટ આપવાના છીએ. આ ડીસ્કાઉન્ટ લગભગ 50% પ્રવાસીઓને મળશે."
Related Articles:
કચ્છમાં રણોત્સવ પૂર્વે કાનિgવલ યોજવા માટે ચક્રો ગતિમાન
રણોત્સવ હોય કે ઉનાળુ વેકેશન કાળો ડુંગર છે \'હોટ ફેવરીટ’
રણોત્સવ અને રમતોત્સવના નામે સરકારનું કરોડોનું આંધણ
એન્ટ્રી ફી રણોત્સવ પૂર્ણ થયે ૪૦ લાખ પહોંચે તેવી શક્યતા