Reel નહીં પણ Real લાઇફમાં પણ જામે છે આ 10 father-sonની જોડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્ક: જૂની ને જાણીતી કહેવત છે કે વડ તેવા ટેટાં ને બાપ તેવા બેટા. આજે અહીં રવિવારે (19 જૂન 2016) ઉજવાનારા ફાધર્સ ડેને ધ્યાનમાં રાખીને એવા પિતાની વાત કરવામાં આવી રહી છે જેઓ પોતાના કામને માટે દુનિયાભરમાં જાણીતા છે અને સાથે જ તેનો ફાયદો તેમના સંતાનોને પણ મળી રહ્યો છે. પિતા અને પુત્રનો સંબંધ દુનિયાભરમાં અલગ જ રહ્યો છે. આજે અહીં તમારી સમક્ષ એવા પિતા -પુત્રની જોડીઓને લાવવામાં આવી રહી છે જે એક સફળ નામ અને કામ ધરાવે છે. પિતાના કારણે સરળતાથી પોતાની કારકિર્દી અને નામ બનાવી ચૂકેલા આ સંતાનો ઘણું નામ કણાઇ ચૂક્યા છે.
અમિતાભ બચ્ચનને તો આપ સૌ જાણો જ છો. તેઓએ ફિલ્મ જગતમાં નાના મોટા અને અનેક પ્રકારના રોલ્સ કરીને સારું એવું નામ કમાયું છે. તેનો ફાયદો અભિષેકને પોતાની કરિયરમાં પણ મળી રહ્યો છે. અમિતાભ હાલમાં ફિલ્મ જગતમાં અનેક લોકોને માટે પ્રેરણારૂપ બની રહ્યા છે ત્યારે તેનો ફાયદો અભિષેકને તો મળે જ તે સ્વાભાવિક છે. આ તો થઇ એક પિતા -પુત્રની વાત.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ અન્ય સફળ પિતા-પુત્રની જોડીઓને
અન્ય સમાચારો પણ છે...