Home » Lifestyle » Relationship » Which precautions should be taken while leaving your kids alone at home?

બાળકને ઘરમાં એકલા મૂકી રહ્યા છો તો તેની સુરક્ષા માટે ધ્યાન રાખવી આ 4 વાતો!

Divyabhaskar.com | Updated - Dec 27, 2015, 03:28 PM

બાળકને ઘરે એકલા મૂકતાં પહેલા ધ્યાન રાખવી 4 વાતો

  • Which precautions should be taken while leaving your kids alone at home?
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બાળકને જ્યારે માતા-પિતા ઘરમાં એકલાં મૂકીને જતા હોય છે ત્યારે તેઓ જતા પહેલા બાળકોને કેટલીય સૂચનાઓ આપતા હોય છે કે કોઇ અજાણી વ્યક્તિનો ભરોસો ન કરવો. અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશવા ન દેવી. કોઇની આપેલી વસ્તુ ન ખાવી કે સૂંઘવી. કોઈ લાલચ આપે તો ફસાવું નહીં. રૂમ હંમેશાં અંદરથી લોક રાખવો. જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય અને ઘરમાં બાળક હોય ત્યારે બાળકને ઘરે એકલું મૂકવું કે નહીં તે સમસ્યા કાયમ પેરેન્ટ્સને સતાવતી હોય છે. તમારી આ જ સમસ્યાનું સમાધાન લાવવા આજે અમે તમને જણાવીશું કે બાળકને ઘરે એકલું મૂકતાં પહેલાં શું સાવધાની રાખવી જોઈએ...
     
    ઇમરજન્સી નંબર આપો
     
    બાળકને ઘરે એકલું મૂકતા પહેલાં જરૂરી ફોન નંબરનું લિસ્ટ કરીને બાળકને આપવું જોઇએ, તેથી જરૂર પડયે બાળક નંબર ડાયલ કરીને કોઇની મદદ લઇ શકે અથવા કોઈ સમસ્યા હોય તો ફોન કરીને જણાવી શકે. મોબાઇલ નંબર સાથે લેન્ડલાઇન નંબર પણ આપવા જોઇએ, કારણ કે બની શકે કે મોબાઇલની બેટરી લો હોય અથવા નેટવર્કમાં પ્રોબ્લેમ હોય.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકને એકલા મૂકતાં પહેલા કઈ-કઈ સાવચેતીઓ રાખવી...
     
    (તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • Which precautions should be taken while leaving your kids alone at home?
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘર લોક કરીને ન જાવ
     
    બાળકને એકલું ઘરે રાખતા પહેલાં તેમને રૂમ લોક કરવાનું અને લોક ખોલવાનું બહુ સારી રીતે શીખવી દેવું જોઇએ. ઘરને લોક કરીને બાળકને અંદર પૂરીને જવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. આવું કરવાથી બાળક ઊલટાનું મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને કોઇની મદદ પણ લઈ શકતું નથી.
     
    ગેસનું રેગ્યુલેટર બંધ કરો
     
    જ્યારે બાળકને ઘરે એકલા મૂકવાનું હોય ત્યારે ખાવાનું બહાર રાખી દો અને કિચનને લોક કરી દો. ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરી દો. ઘરમાં એવી બીજી ઘણી વસ્તુઓ હોય છે જેનાથી અકસ્માત થઇ શકે છે ત્યારે બાળકને ઘરે એકલા મૂકતા પહેલાં એ તમામ ખતરા પ્રત્યે પણ સાવધાની રાખવાનું શીખવવું જોઇએ.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકને એકલા મૂકતાં પહેલા કઈ-કઈ સાવચેતીઓ રાખવી...
  • Which precautions should be taken while leaving your kids alone at home?
    વાસ્તવિકતાથી વાકેફ કરો
     
    બાળક જિજ્ઞાસુ પ્રકૃતિનાં હોય છે. જેથી ઘણી વાર બાળકોને જે બાબત કરવાની મનાઈ કરવામાં આવે તે અજમાયશ કરવા માટે પણ અવશ્ય કરે છે, તો આ માટે બાળકને કોઇ પણ સૂચના આપો ત્યારે તે કરવાથી થતાં નુકસાન અને તેની ગંભીરતા વિશે ખાસ સમજાવવું. આવું કરવાથી કેવી દુર્ઘટના ઘટી શકે છે અને તેનાથી તેને કેવું નુકસાન થઇ શકે એ વાતની સમજણ આપો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ