Home » Lifestyle » Relationship » These 5 common kissing mistakes almost every couple do generally

રહેજો સાવચેતઃ કિસ કરતી વખતે મોટાભાગના કપલ્સ કરે છે આ 5 ભૂલો!

Divyabhaskar.com | Updated - Dec 29, 2015, 08:00 AM

કિસ કરતી વખતે આ 5 ભૂલો કરવાથી બચવું નહીં તો રિસાઈ જશે પાર્ટનર

  • These 5 common kissing mistakes almost every couple do generally
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પાર્ટનરને કિસ કરવી, પ્રેમની અભિવ્યક્તિ કરવાનું એક બહેતરીન માધ્યમ છે. સામાન્ય રીતે તો પ્રેમની અભિવ્યક્તિ કરવાની કેટલીય રીત છે, પરંતુ કિસ કરીને પ્રેમનો ઇઝહાર કરવો સૌથી કારગર છે. તેનાથી બે લોકોની વચ્ચે શારીરિક બંધન તો મજબૂત થાય જ છે સાથે જ ભાવનાત્મક લાગણીઓ પણ જોડાય છે. નિષ્ણાતોનું માનવું છે કે કિસ કરવી તે પ્રેમના ઇઝહારનો એક સ્વસ્થ માધ્યમ છે, પરંતુ સાથે જ કિસ કરતી વખતે કેટલીક વાતોનું વિશેષપણે ખ્યાલ રાખવું પણ જરૂરી હોય છે. કિસ કરતી વખતે સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી અને અગત્યનું છે. કિસ કરતી વખતે પાર્ટનરે આ વાતનું કાયમ ધ્યાન રાખવું જોઈએ કે તેનો સાથી અસહજ મહેસુસ ન કરે. આ દરમિયાન ખૂબ વધુ ઉત્તેજિત થઈ જવું પણ ખોટો વ્યવહાર છે.
    આ આદતોના સિવાય મોટાભાગના પ્રેમી કપલ્સ કિસ કરતી વખતે અમુક એવી ભૂલો કરી બેસે છે જે આ ખાસ પળને બગાડી શકે છે. આજે તમે તમને જણાવીશું એવી 5 સામાન્ય ભૂલો જે કિસ કરતી વખતે મોટાભાગના કપલ્સ કરે છે...
    1. મુખમાંથી આવતી દુર્ગંધ
    જો તમે તમારા પાર્ટનરને કિસ કરવા જઈ રહ્યા હોવ તો એ વાતનું ધ્યાન રાખો કે તમારા મુખમાંથી દુર્ગંધ ન આવતી હોય. જો તમારા મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો ભૂલથી પણ તમારા પાર્ટનરને કિસ ન કરવી. તેનાથી તમારી ઇમ્પ્રેશન તો ખરાબ થશે જ સાથે જ આ સંક્રમણનું કારણ પણ બની શકે છે. પોતાની આ સમસ્યાના સમાધાન માટે તમે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કિસ કરતી વખતે થતી અન્ય સામાન્ય ભૂલો વિશે વિસ્તારમાં...
    (તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • These 5 common kissing mistakes almost every couple do generally
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2. ખૂબ નજીક આવી જવું પણ યોગ્ય નથી
     
    કિસ કરતી વખતે મોટાભાગના લોકો ખૂબ નજીક આવી જાય છે. આ રીત યોગ્ય નથી. બની શકે છે કે તમારો આ વ્યવહાર તમારા પાર્ટનરને પસંદ ન આવે. પ્રેમમાં કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવા જોઈએ.
     
    3. કિસ કરવાની અયોગ્ય રીત કરી શકે છે તમને બંનેને અલગ
     
    કેટલીક વખત કિસ કરતી વખતે એક પાર્ટનર જરૂર કરતા વધુ ઉતાવળો થઈ જાય છે. આવું કરવું યોગ્ય નથી. તમને તમારા પાર્ટનરની ઈચ્છા અને તેની પસંદનું પણ પૂરું ધ્યાન રાખવાની જરૂર છે. તેમની ઈચ્છાને માન આપશો તો તમારા સંબંધો વધુ ગાઢ થશે.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કિસ કરતી વખતે થતી અન્ય સામાન્ય ભૂલો વિશે વિસ્તારમાં...
  • These 5 common kissing mistakes almost every couple do generally
    4. કિસ કરતી વખતે આંખોનો પણ હોય છે અગત્યનો રોલ
     
    પાર્ટનરને કિસ કરતી વખતે મોટાભાગના લોકો પોતાની આંખો ખુલ્લી રાખે છે અને અહીં તહીં જોવા લાગે છે. આ રીત ખોટી તો નથી પરંતુ સંપૂર્ણપણે યોગ્ય પણ નથી. જો તમે કિસ કરતી વખતે તમારી આંખો ખુલ્લી રાખશો તો એવામાં તમારું પૂરું ધ્યાન તમારા પાર્ટનર પર નહીં રહે અને બની શકે છે કે તમારા આ વ્યવહારથી તમારો અથવા તમારી પાર્ટનર સ્વયંને ઉપેક્ષિત મહેસુસ કરે.
     
    5. કિસ કરવાનો અંદાજ પણ કરી શકે છે રંગમાં ભંગ
     
    દરેક વખતે એક જ રીતથી કિસ કરવી થોડી બોરિંગ થઈ શકે છે. પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા માટે તમે દરેક વખતે જુદાં-જુદાં પ્રકારની કિસ ટ્રાય કરી શકો છો. એક જ પ્રકારથી કિસ કરવી તમારા પ્રેમની લયને ભંગ કરી શકે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ