• Gujarati News
  • When You Involve Your Child At House Work, They Became Perfect

ઘરકામમાં લેવાતી બાળકોની નાની મદદ, વિકસાવશે તેની સૂઝને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્ક: દરેક માતાપિતાને માટે પોતાનું બાળક ખાસ હોય છે. તેઓ તેમને પ્રેમ અને વિશ્વાસથી મોટું કરે છે. સાથે તેઓ જ્યારે પમ કામ કરે છે ત્યારે બાળક તેમની આસપાસ હોવાની સાથે અનેક ચીજોને શીખી શકે છે અને તે પણ આ ચીજો કરવા પ્રેરાય છે. જો તમે તમારા નાના મોટા કામમાં બાળકોની મદદ લો છો તો મોટા થઇને તેઓ પણ આ કામને સરળતાથી કરી શકે છે.
જ્યારે બાળક ઘરમાં કોઇ કામ તેની મરજીથી કરે છે તો તેને કરવા દો. જો તમે તેને કામ કરતા અટકાવશો તો તે શીખી શકશે નહીં. જો તેને કોઇ કામ પોતાની મરજીથી કરવું હોય અને તે ખોટું હોય તો પણ કરવા દો, કહેવાય છે ને કે થિયરી કરતાં પ્રેક્ટિકલ વાતો જલ્દી યાદ રહી જાય છે. માટે આ અનુભવ તેને કાયમ સારી રીતે યાદ રહી શકશે.
* ઘરને બનાવો સુરક્ષિત
તમારા બાળકની ખુશીનો આધાર ઘરના વાતાવરણ પર રહે છે. તે કેવા મૂડમાં રહે છે તેનો આધાર ઘરની સુવિધાઓથી નક્કી થાય. આથી બાળકોને એવી રીતે સુરક્ષિત કરો કે તે કોઇ પણ ચીજને અડે તો તેને નુકશાન ન થાય. તેના રમકડાં એવા રાખો કે તે સરળતાથી રમી શકે, તેને રમીને તે આનંદ અનુભવે અને સાથે તમારો સમય પણ બચે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બાળકોનો વિકાસ કરતી અન્ય ટિપ્સને વિશે