બેસ્ટી તમારા બોયફ્રેન્ડ પર થઈ ગઈ છે ફિદા, આ 7 સંકેતોથી જાણો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સાથે શોપિંગ કરવી, હરવું-ફરવું, વાતો કરવી, ગોસિપ કરવી, એકબીજાની ભૂલો સુધારવી, એકબીજાની પસંદ મુજબ લંચ કે ડિનર પર જવું, કોઈ પણ સમસ્યા હોય તો તરત એકબીજાને કોલ કે મેસેજ કરી વાત કરવી... મિત્રો સાથેની આ તમામ પળો તમે અને તમારી બેસ્ટ ફ્રેન્ડે ભરપૂર માણી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારેથી દૂર-દૂર રહેવા લાગી છે. એવું નથી કે તેને અન્ય કોઈ અંગત મિત્ર મળી ગઈ છે પણ છતાં તે તમારેથી દૂર-દૂર રહે છે. જોકે, તમારા બોયફ્રેન્ડની સાથે તેની મિત્રતા ખૂબ સારી છે અને તેની સામે તે કાયમ એવું દર્શાવવાના પ્રયાસમાં હોય છે કે તે તમારા કરતા શ્રેષ્ઠ છે.

 

જો આવું બની રહ્યું હોય તો જાણી લો કે તમારી બેસ્ટ ફ્રેન્ડનું દિલ તમારા બોયફ્રેન્ડ પર આવી ગયું છે. આજે અમે તમને જણાવીશું કેટલીક એવી ટિપ્સ વિશે જેના થકી તમે જાણી શકો કે તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારા બોયફ્રેન્ડ પર ફિદા થઈ ગઈ છે...

 

1. અચાનક તમારા પ્રત્યે તેનો વ્યવહારમાં બદલાય ગયો છે. તે તમારેથી દૂર રહે છે અને વિના કારણ નાની-નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તમે તમારા બોયફ્રેન્ડની સાથે વિતાવેલી ક્ષણો વિશે વાત કરો છો. જો તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી આ વાતથી ગુસ્સે થઈ જતી હોય અથવા વાત બદલી નાખતી હોય તો સમજવું કે તે તમારા બોયફ્રેન્ડ પર ફિદા થઈ ગઈ છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શું તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારા બોયફ્રેન્ડ પર ફિદા થઈ ગઈ છે...

 

(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

અન્ય સમાચારો પણ છે...