• Gujarati News
  • These Are The Interesting Things Which Women's Should Change In Such Relation

મહિલાઓની આ 8 વાતોથી ખાસ કરીને જલ્દી અકળાય છે પુરુષો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્ક: ખાસ કરીને પુરુષો કોઇપણ ચિંતા વિના પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડની અનેક વાતોને ઇગ્નોર કરી દે છે. તેનો અર્થ એ નથી કે તેઓ તેને નોટિસ કરતા નથી, જેમ મહિલાઓને પુરુષોના ભીના રૂમાલને ક્યાંય પણ રાખી દેવા પર, મોજાં કાઢીને જ્યાં ત્યાં રાખી દેવા પર અને સામાનને યોગ્ય જગ્યાએ ન મૂકવા પર ગુસ્સો આવે છે તેમ પુરુષોને પણ મહિલાઓની કેટલીક આદતો સારી લાગતી નથી, ભલે મહિલાઓને આ વાતો તેઓ જણાવતા ન હોય પણ તેઓ આવું ઇચ્છતા નથી. જાણો પુરુષોના દિલમાં તમારા માટે આવી કઇ વાતો છે જેને મહત્વ આપવું જોઇએ.
ક્યારે બોલવું છે, તેનો ખ્યાલ હોવો જોઇએ
પુરુષ, મહિલાઓની પાસે એ વાતની અપેક્ષા રાખે છે જે મહિલાઓને ખ્યાલ હોવી જોઇએ, પોતાની વાતોને માટે કયો સમય સાચો છે અને શું બોલવું જોઇએ, કોની સાથે વાત કરવી જોઇએ વગેરે વાતોનો ખ્યાલ હોવો જોઇએ. ખાસ કરીને મહિલાઓ પાસે વાત કરવાની કલા છે જે પુરુષોથી અલગ છે. પણ આવશ્યક નથી કે પુરુષો આ આદતને વખાણે, ટીવી જોતી સમયે, ફોન પર વાત કરતી સમયે મહિલાઓનું વચ્ચે બોલવું તેમને પસંદ હોતું નથી. તેમની આ આદતમાં બદલવા લાવવાથી રિલેશનશીપને ખટપટ વિના આગળ વધારી શકાય છે.
રોકટોક પસંદ નથી
પુરુષોને મહિલાઓની દરેક વાતમાં દખલ દેવું પસંદ હોતું નથી. મહિલાઓની વાત વાતમાં માથું મારવાની આદતથી તેઓ દૂર રહેવું પસંદ કરે છે. તેમને કલાકો ટીવીની સામે બેસીને ક્રિકેટ કે ફૂટબોલ રમવું અને મેચ જોતાં જોતાં ખાવું અને અવાજ કરીને વીડિયો ગેમ રમવું આ દરેક વાતો ખૂબ પસંદ હોય છે.સાથે તેઓ પોતાની કોઇ પણ વાતની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોતા નથી, એવામાં તમારી દખલ તેમને ભારે પડે તેવું ન બને તેનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મહિલાઓની આ આદતો કેવી રીતે પુરુષોને હેરાન કરી શકે છે