Home » Lifestyle » Relationship » How to deal with child’s curiosity?

બાળકની જિજ્ઞાસાવૃત્તિને હેંડલ કરવા અપનાવો આ 4 કારગર ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 04, 2016, 01:38 PM

બાળકની જિજ્ઞાસાવૃત્તિને હેંડલ કરવા આ 4 કારગર ટિપ્સ કરશે તમારી મદદ

 • How to deal with child’s curiosity?
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બાળક જ્યારે જન્મે અને પહેલી વાર મા-બાપ તેને હાથમાં લે ત્યારે સ્વાભાવિકપણે મોટાભાગનાં મા-બાપ પોતાના બાળકને વચન આપતાં હોય છે કે હું તને ખુશ રાખવા અને તારી દરેક ઇચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન કરીશ. આમ, મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે, પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે. બાળક જ્યારે ઘણી વાર વિચિત્ર સવાલો પૂછે ત્યારે મા-બાપ તેને ધમકાવીને, કાં તો તેને આડાઅવળા જવાબો આપીને પટાવી દેતાં હોય છે. આમ, બાળકની આ જિજ્ઞાસા કે કુતૂહલતાને આપણે જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી. આજે અમને તમને જણાવીશું કે જ્યારે બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે ડીલ કરવું...
  આ રીતે કરો બાળકની જિજ્ઞાસાવૃતિને શાંત
  પૂછતાં પંડિત થવાય
  આપણે ત્યાં કહેવત છેને કે - પૂછતાં પંડિત થવાય. આ જ નિયમ બાળકો માટે પણ એટલો જ લાગુ પડે છે. પોતાના મનમાં ઉદભવતી જિજ્ઞાસાને તે વિવિધ જવાબો કે જ્ઞાન દ્વારા સંતોષે છે. જિજ્ઞાસા સંતોષાવાથી તેની વિચારશક્તિ-સમજવાની ક્ષમતા વિકસે છે. આમ, બાળકમાં આ જિજ્ઞાસાવૃત્તિ સંતોષવાથી તેનામાં જિજ્ઞાસાવૃત્તિની ટેવ કેળવાય છે, તે સાથે તેના વિચારોનું ઘડતર થાય છે. જો તમારા બાળકમાં ઉત્સુકતા, જિજ્ઞાસા અને કુતૂહલતા રહેશે તો તેનામાં એક્સ્પ્લોર અને ડિસ્કવર કરવાની ક્ષમતા વિકસશે.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે ડીલ કરવું...
 • How to deal with child’s curiosity?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શાંતિથી સાંભળવાનું રાખો
   
  બાળક જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેના માટે તેને કદી ધમકાવશો નહીં, તેની વાત કાપશો નહીં કે ગુસ્સો કે હસશો નહીં. તેના સવાલને શાંતિથી સાંભળીને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો. આથી જ્યારે બાળકને બીજી વાર પ્રશ્ન પૂછવાનું મન થાય તો તે નિઃસંકોચ થઈને પૂછી શકશે. ઉપરાંત તેનામાં સંકોચ વગર પ્રશ્ન પૂછવાનો આત્મવિશ્વાસ આવશે, જે તેના વ્યક્તિત્વ ઘડતરમાં મોટો ફાળો આપશે. ઘણી વાર બાળકો એવા સવાલો પૂછતાં હોય છે જેનો જવાબ આપણે જાણતાં નથી કે તેનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. આવા સમયે ઘરના અન્ય સભ્યોની, વડીલોની કે ઇન્ટરનેટ જેવાં માધ્યમનો ઉપયોગ કરી પણ બાળકોના પ્રશ્નનો જવાબ આપીને તેની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કરો.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે ડીલ કરવું...
 • How to deal with child’s curiosity?
  મા-બાપ માટે સલાહ
   
  તમારાં બાળકો માટે તમારે હકારાત્મક વિચારસરણી કે પ્રતિક્રિયા દાખવવી જોઈએ. જો તમે આમ નહીં કરો તો બાળકના મનમાં ખોટી ગ્રંથિ બંધાશે કે જિજ્ઞાસુ હોવું એ કે પ્રશ્ન પૂછવો તે બરાબર નથી અને ધીમે-ધીમે આ બાબતે તેનામાં લઘુતાગ્રંથિ આવી જશે. ઊલટું, તમે પણ બાળકને સામે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછો અને તેમની સાથે ડિબેટ કરો. જેથી તેની કોમ્યુનિકેશન સ્કિલ અને જવાબો આપવાની ક્ષમતા પણ સાથે વિકસે.
   
  જિજ્ઞાસાવૃત્તિ બાળકને એક નવી દુનિયાથી પરિચિત કરાવશે
   
  પોતાની આસપાસ દેખાતી વસ્તુઓ, જગ્યાઓ, વ્યક્તિઓને જોતાં જ બાળકોને તેમને લઈને કુતૂહલતા સર્જાય છે. ન જોયેલી વસ્તુ અને તેના માટેની જિજ્ઞાસાનો જવાબ તેને એક અલગ દુનિયા સાથે પરિચિત કરાવશે. આમ, બાળકો પોતાની આસપાસ જોવા મળતી આ અનુભૂતિઓને તમારી સમક્ષ શેર કરતાં શીખશે અને તેના પ્રશ્નોને લઈને તેનું ભાવવિશ્વ કેળવવામાં પણ તમને સહાયતા મળશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ