Home » Lifestyle » Relationship » 9 things you should never do while making love

પ્રેમની હસીન પળોને યાદગાર બનાવવા ઈચ્છતા હોવ તો ન કરતા આ 9 ભૂલો!

Divyabhaskar.com | Updated - Dec 24, 2015, 12:10 AM

પ્રેમની એ હસીન પળોમાં ન કરી બેસતા આવી 9 ભૂલો, થઈ જશે પાર્ટનર નારાજ

  • 9 things you should never do while making love
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પ્રેમની હસીન પળોને યાદગાર બનાવવાની ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં હોય છે. આ પળોમાં શું કરવું જોઈએ એ જાણવું જેટલું જરૂરી છે એટલું જ મહત્વપૂર્ણ એ વાતથી વાકેફ થવું પણ છે કે શું ન કરવું જોઈએ. તે નાજુક પળોમાં તમારા દ્વારા કરેલી કોઈ પણ એક ભૂલ મજા બગાડવાનું કામ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું એ 9 બાબતો વિશે જે તમારે રોમેન્ટિક પળો દરમિયાન જરાય ન કરવી જોઈએ.
    1. કિસ પણ છે જરૂરી
    તમે તમારા પાર્ટનરને પ્રેમ કરતી વખતે ઉતાવળમાં ન રહો. કેટલાય લોકો પ્રેમની તે પળોમાં પોતાના પાર્ટનરને જરાય કિસ નથી કરતા. કેટલીક વખત તમારી પોઝિશન એવી હોય છે કે કિસ કરવી મુશ્કેલ બની જાય છે તો કેટલાક લોકો એવા પણ હોય છે જે કિસ કરવાને લય ભંગ થવા જેવું માને છે. કિસ જેટલી ફોરપ્લે વખતે જરૂરી છે એટલી જ લાસ્ટ સ્ટેજ દરમિયાન પણ જરૂરી છે.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો જે રોમેન્ટિક પળો દરમિયાન જરાય ન કરવી જોઈએ...
    (તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • 9 things you should never do while making love
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    2. સ્પર્શ કરો પણ પ્રેમથી
     
    આમ તો લવ બાઇટ પ્રેમની સુંદર નિશાની હોય છે, પરંતુ તેના માટે જરૂરી છે કે તમે પહેલા તમારા પાર્ટનરને તૈયાર કરી લો. તમારા પાર્ટનર તૈયાર ન હોય અને તમે તેમને લવ બાઇટ કરવા લાગશો તો બની શકે છે કે તેને તમારેથી ડર લાગવા લાગે અથવા પ્રેમથી જ ડર લાગવા લાગે. બંને સ્થિતિઓ તમારા સંબંધ માટે ખરાબ છે. તેથી પહેલા પાર્ટનરને આ વાત માટે તૈયાર કરો.
     
    3. ક્યાં છે તમારું ધ્યાન
     
    કેટલાક લોકો અર્જુનની જેમ એકાગ્ર થઈને રોમાન્સનો આનંદ માણતા હોય છે. તમારા પાર્ટનરને પસંદ આવશે જો તમે તેમને સંપૂર્ણપણે મહત્વ આપો. જો તમે માત્ર શરીરના કોઈ એક જ ભાગ પર ધ્યાન આપશો તો બની શકે છે કે પ્રેમની એ નાજુક પળોમાં તમે અચાનક જ તેમને સ્વાર્થી દેખાવા લાગો.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો જે રોમેન્ટિક પળો દરમિયાન જરાય ન કરવી જોઈએ...
  • 9 things you should never do while making love
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    4. સાથી પણ પોતાનો ભાર ન નાખો
     
    લવ મેકિંગ દરમિયાન પાર્ટનરની ખૂબ નજીક જવાની ઈચ્છા કરવામાં કંઈ પણ ખોટું નથી. આ દરમિયાન જો તમે તમારા પાર્ટનરની ઉપર આવી જાવ છો તો ચોક્કસ ધ્યાન રાખો કે તમારા શરીરનું સંપૂર્ણ વજન તેની પર ન આવી જાય. તમારા પ્રેમના ચક્કરમાં જો તેને શ્વાંસ લેવામાં તકલીફ થવા લાગશે તો તમારા પાર્ટનરને તેનાથી ગુસ્સો પર આવી શકે છે.
     
    5. ખાસ કરીને પુરૂષો માટે
     
    ઉતાવળમાં કરેલા કોઈ પણ કામ બગડી શકે છે, પણ મોડું કરવામાં પણ કોઈ ફાયદો નથી. તમે કેટલો સમય લેવા ઈચ્છો છો તે નિર્ણય કરતી વખતે તમારા સાથીનું પણ ધ્યાન રાખો. ઉતાવળમાં તમે તેને સંતુષ્ટ નહીં કરી શકો તો મોડેક સુધી પ્રેમનો આનંદ લેવાના ચક્કરમાં તેમને પરેશાન કરી દેશો.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો જે રોમેન્ટિક પળો દરમિયાન જરાય ન કરવી જોઈએ...
  • 9 things you should never do while making love
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    6. જણાવ્યાં વિના ચરમ સુધી પહોંચવું
     
    પ્રેમનો તો સંબંધ જ કેરિંગ અને શેરિંગ પર ચાલે છે. આ વાતનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે કે તમે બંને ચરમ સુધી પહોંચો અને પ્રેમમાં ઓતપ્રોત થઈ જાવ. તેના માટે ખૂબ જરૂરી છે તે તમે તમારા સાથીને જણાવો કે આ પ્રેમના મુકામ પર તમે કેટલી વારમાં પહોંચવાના છો જેથી તેઓ પણ તૈયાર રહે.
     
    7. વધુ પડતું ફિલ્મીપણું સારું નથી
     
    જો તમે એ પ્રકારની ફિલ્મોના ખૂબ જ શોખીન છો અને તેમાં દેખાડવામાં આવતા તમામ આસનોને અજમાવવાના પ્રયાસ કરતા રહો છો તો એક વખત તમારા સાથીને જરૂર પૂછી લો. ક્યાંક એવું ન થાય તમારા વધુ નોટી બિહેવિયરથી તમારા સાથી તમારેથી નારાજ થઈ જાય.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો જે રોમેન્ટિક પળો દરમિયાન જરાય ન કરવી જોઈએ...
  • 9 things you should never do while making love
    8. કુછ તો કહો
     
    પ્રેમની એ પળોમાં ધીમા અવાજમાં થોડી પ્રેમાળ વાતો કરવામાં તમારું શું જાય છે. તમારી લાંબી ખામોશી માહોલને ભારે બનાવી શકે છે. આ દરમિયાન સાથીના થોડા વખાણ પણ સંબંધો પર મેજિકલ અસર કરે છે, તેથી વખાણ કરવામાં જરાય કંજુસી ન કરો.
     
    9. મેકેનિકલ લવ
     
    પ્રેમ કરવામાં અને જિમ જઈ કસરત કરવામાં થોડો ફેર તો હોવો જ જોઈએ. જો તમે પણ પ્રેમ દરમિયાન કંઈક નવું ટ્રાય નથી કરી રહ્યા તો ઘણા જલ્દી તમને તેનાથી કંટાળો આવવા લાગશે. આ તમારા બંને માટે ખરાબ વાત છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ