થાઈરોઈડ ગ્રંથિ+દેહના સર્વ અંગોને હૃષ્ટ-પુષ્ટ રાખશે 1 ચમત્કારી આસન, રોજ કરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
- આસનોમાં સૌથી ચમત્કારી અસરવાળું છે સર્વાંગાસન
- શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે.
- તમે વિચારી પણ નહીં શકો કે રોજ 5 મિનિટ આ આસન કરવાથી અઢળક પ્રચંડ રોગોથી બચી શકાય છે
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. આસનસિદ્ધિ વગર શરીરની જડતા તથા મનની ચંચલતાનું શમન થતું નથી. તમ અને રજોગુણનો નાશ તથા સત્વગુણની વૃદ્ધિ થતી નથી. એથી આસનસિદ્ધિ સાધક માટે અતિઆવશ્યક છે. સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. જ્યારે સાધક કોઈ એક આસનમાં ત્રણ કલાક સુધી સ્થિરતાથી ટકી શકે ત્યારે એની આસનસિદ્ધિ થઈ ગણાય.
પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે. આસનોની સાચી સંપૂર્ણ સમજ સાધકને પોતાની મેળે ભાગ્યે જ પડી શકે છે. માટે જ એને માટે અનુભવી ગુરૂનું માર્ગદર્શન ઉપયોગી ઠરે છે.
આગળ જાણો સર્વાંગાસન આસનની વિધિ, તેના ફાયદા, સાવધાની વગેરેની સંપૂર્ણ માહિતી.....