આ 1 ઔષધી ડાયાબિટીસ, અસ્થમા, લોહીના વિકાર જેવા રોગોને જડથી મટાડશે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગરમીમાં ઝુમ્મરની જેમ લટકતાં ફુલોના ગુચ્છા જે ઝાડ પર દેખાય છે અને શિયાળો આવતા-આવતા લાંબી-લાંબી કાળી સીંગો (ફળી) જે વૃક્ષ પર લટકેલી હોય છે તે ગરમાળાની સીંગ તરીકે જાણીતું છે. શહેરોમાં રોડના કિનારે મોટાભાગે શણગાર માટે આ વૃક્ષને લગાવવામાં આવે છે. શહેરોમાં બગીચા અને રોડના સૌંદર્યકરણ માટે લગાવવામાં આવતાં આ વૃક્ષના બધાં અંગોના ઔષધીય ગુણો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ ગરમાળાના વૃક્ષ અને તેના અંગોના ઔષધીય ગુણો વિશે, ખાસ કરીને આદિવાસી બહુ મોટા પ્રમાણમાં આ વૃક્ષનો ઉપયોગ અનેક ઔષધીઓમાં કરે છે.
ગરમાળાનું વૃક્ષ છે આદિવાસીઓ માટે ગજબની ઔષધી
ગરમાળાના પાનને છાશની સાથે મસળીને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા સંબંધી અનેક સમસ્યાઓમાં આરામ મળે છે. દાદ, ખાજ-ખુજલી થવા પર ગરમાળાની ફળીઓના પલ્પ અને મીઠા લીમડાના પાનને સાથે પીસીને આ મિશ્રણને સંક્રમિત ત્વચા પર લગાવવામાં આવે તો બહુ ઝડપથી ફાયદો થાય છે.
(પ્રસ્તુત જાણકારી ડો. દિપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકા હર્બલ પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.)
આગળ વાંચો ગરમાળાના વૃક્ષના કેટલાક દમદાર ઔષધીય ફાયદાઓ વિશે......