• Gujarati News
  • To Make Heart Healthy Yoga Is Also Beneficial As Exercise

હૃદયને સ્વસ્થ રાખવા યોગ પણ કસરત જેટલું જ કારગર, જાણો કઈ રીતે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણા લોકો સવાર સવારમાં જીમ જવાનું અથવા જોગિંગ પર જવાનું ટાળતાં હોય છે. પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે નિયમિત વ્યાયામ જરૂરી છે. તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ યોગ કરવાથી શરીરને જરૂરી તમામ વ્યાયામ મળી રહે છે. એટલું જ નહીં, યોગ કરવાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતામાં પણ ઘણો ઘટાડો થાય છે. નિયમિત યોગ કરતી વ્યક્તિ માટે હૃદયરોગના હુમલાનું જોખમ ઘણાં અંશે ટળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે રોજ યોગ કરવાથી હૃદયને સંબંધિત બીમારીનું જોખમ ઓછું થાય છે. અભ્યાસને આધારે સંશોધકોએ જણાવ્યું કે હૃદય સાથે સંકળાયેલી બીમારીઓની શક્યતા ઓછી કરવામાં યોગ મદદરૂપ બને છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં પણ લાભદાયી નીવડે છે. નેધરલેન્ડ અને અમેરિકાના સંશોધકોએ સંશોધન દરમિયાન જોયું કે હૃદયરોગનું જોખમ ઓછું કરવામાં યોગ શારીરિક કસરતો જેવી કે જોગિંગ વગેરે જેટલું જ ફાયદાકારક છે.
સંશોધકોએ જણાવ્યું કે આ તારણ એવા લોકો માટે ઘણું ઉપયોગી છે, જેઓ કસરત કરવાનું પસંદ કરતાં નથી અને છતાં હૃદયની સ્વસ્થતા જાળવવા માટે સજાગ છે. આ અભ્યાસ ‘યુરોપિયન જર્નલ ઓફ પ્રીવેન્ટિવ કાર્ડિયોલોજી’માં પ્રકાશિત થયો છે.
Paragraph Filter