• Gujarati News
  • These Ten Common Disease And Symptoms In Women, Must Know

સ્ત્રીઓ થઈ જજો સાવધાન, મૂત્રમાર્ગ નાનો હશે તો થશે આવા ઘાતક રોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ફાસ્ટ અને ભાગદોડવાળા જીવનમાં સૌથી વધારે કોઈ હેરાન થાય છે તો તે સ્ત્રીઓ છે. એમાંય જે સ્ત્રી નોકરીયાત હોય તો તેને ઓફિસની સાથે ઘર પર સંભાળવું પડે છે અને આ જવાબદારીઓનો ભાર સ્ત્રીઓને અનેક સમસ્યાઓ પણ આપે છે. ફાસ્ટ લાઈફમાં પોતાના પર ધ્યાન આપવું સ્ત્રીઓ માટે મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે તેમને અનેક બિમારીઓ ઝડપથી ઘેરી લે છે. આજે અહીં 10 એવી બિમારીઓ અંગે જણાવી રહ્યા છીએ, જે બેદરકારી, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને વધતી ઉંમરની સાથે સ્ત્રીઓને થાય છે.
યુટીઆઇ (Urinary tract infection)

વધારે નાના યૂરેથ્રસ (મૂત્રમાર્ગ) હોવાના કારણે સ્ત્રીઓમાં બ્લેડર કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પુરૂષોથી વધારે સ્ત્રીઓમાં હોય છે. યુટીઆઇ કિડનીથી આરંભ થઇને ટ્યૂબ્સથી મૂવ કરીને યૂરિનરી ટ્રેક્ટ સુધી પહોંચે છે અને મૂત્રમાર્ગમાં જઇને તેને પ્રભાવિત કરે છે. આ જોખમ માસિક ધર્મ બંધ થયા બાદ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થવાના સૌથી મુખ્ય લક્ષણ યુરિન કરવા દરમિયાન થતું દર્દ અને બળતરાં છે. આ સાથે વેજાઇનામાં દર્દ અથવા જલન થવી, ઇન્ટરકોર્સ દરમિયાન દર્દ, વારંવાર પેશાબ કરવા જવું, યુરિનમાં દુર્ગંધ આવવી, પેટના નીચેના ભાગમાં દર્દ થવું, યુરિનનો રંગ પીળો પડવો, લોહી વહેવું, કમરના નીચેના ભાગમાં દર્દ થવું વગેરે હોય છે.
આગળની વાંચો સ્ત્રીઓ સાથે જોડાયેલી 9 બિમારીઓ અંગે જે દરેક સ્ત્રીએ જાણવી જરૂરી......
Paragraph Filter