મોટી ઉંમરે થતાં ડાયાબિટીસથી બચવા, અપનાવો આ જીવનશૈલી+5 ઉપાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઇપ-૨) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે. ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેથી તે વ્યક્તિ ડાયાબિટીસની ઝપટમાં આવી જાય છે. જેથી આજે અમે તમને પુખ્ત વયે થતા ડાયાબિટીસના રોગથી કઈ રીતે બચી શકાય તે વિશે બતાવીશું.
આગળ વાંચો પુખ્ત વયે ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું જોઈએ.....
Paragraph Filter