તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 રૂપિયામાં ઘરે બનાવો દાંતને ચમકાવતી આ પેસ્ટ, 1 મિનિટની છે પ્રોસેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચમકતા દાંત ચહેરાની ખૂબસૂરતીને અનેકગણી વધારી દે છે. આજના સમયમાં આપણે બહારની વસ્તુઓ વધારે ખાઈએ છીએ. જેની ખરાબ અસર દાંત પર પડે છે. આનાથી દાંત પીળા પડવા લાગે છે અને પાયરિયા જેવી પ્રોબ્લેમ પણ આવવા લાગે છે. અહીં આપને દાદીમાના એક નુસખા વિશે જણાવીશુ જેનાથી દાંત સાફ અને મજબૂત થઈ જાય છે. આ નુસખા અપનાવવાથી પાયરિયાની પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે.

આ છે નુસખો
આ નુસખાનો ઉપયોગ કરવા માટે તમારે 3 વસ્તુઓની જરૂર રહેશે. જે ઘરમાંથી જ મળી જશે. તમારે રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં પડે
-સિંધા લૂણ ( ન હોય તો સાદુ મીઠુ)
-સરસવનું તેલ
-હળદર
 
સિંધા લૂણ અને હળદરને મિક્સ કરી સરસવ તેલમાં ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને હાથમાં લઈ જેવી રીતે ટુથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તે જ રીતે દાંત અને પેઢા પર લગાવી મસાજ કરો. આવું 2 મિનિટ સુધી કરો. પછી નોર્મલ પાણીથી કોગળા કરી લો. આવું રોજ કરવાથી દાંત સાફ થવાની સાથે જ પેઢા પણ મજબૂત થશે.
 

આગળની સ્લાઈડ્સમાં જાણો દાંત સાથે જોડાયેલા ફેક્ટ્સ...

અન્ય સમાચારો પણ છે...