તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 સમસ્યા: વાળ ખરવા, ચહેરા પર લાલ કે સફેદ દાણા દૂર કરવા, ખાઓ આટલું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા દેશમાં લગભગ 70 ટકા લોકો એવા છે જેમના શરીરમાં કોઈને કોઈ વિટામિનની ઉણપ હોય છે, પરંતુ તેમને ખબર જ નથી હોતી. જેના કારણે તેઓ અનેક પ્રકારની બીમારીઓના શિકાર થાય છે.
શરીર આપે છે સંકેત
જ્યારે શરીરમાં વિટામિન્સની ઉણપ સર્જાય છે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે જેને પણ ઓળખવાની જરૂર હોય છે અને તે પ્રમાણેના કેટલાક ખોરાક ડાયટમાં સામેલ કરવાની જરૂર હોય છે. જેથી શરીરમાં આ ઉણપને દૂર કરી શકાય. તો ચાલો આજે તમને જણાવી દઈએ.
ચહેરા પર સફેદ રંગના દાણા થવા
કેટલાક લોકોના ચહેરા પર તમે જોયું હશે કે તેમને સફેદ અને લાલ રંગના દાણા થઈ જતાં હોય છે. જે વિટામિન એ, ડી અને અન્ય જરૂરી ફેટી એસિડ્સની શરીરમાં ઉણપ હોવાને કારણે આવું થાય છે. ચહેરા સિવાય આવા દાણા હાથ અને જાંઘ પર પણ જોવા મળે છે. આવામાં શરીરને હેલ્ધી ફેટની વધારે જરૂર હોય છે.
શું ખાવું-
સાર્ડિન અને ટ્યૂના જેવી માછલી, ઈંડા, લીલા પાનવાળી શાકભાજીઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આ સિવાય પપૈયું, ગાજર અને શક્કરિયામાં સારી માત્રામાં વિટામિન ઈ હોય છે તો તમે તેનું પણ સેવન કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
આગળ વાંચો અન્ય કયા વિટામિન્સની ઉણપથી કઈ સમસ્યા થાય છે અને તેના માટે ડાયટમાં શું ખાવું જોઈએ.