તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાના અગણિત ફાયદા+ઉપયોગ, તમારી રોજની સમસ્યામાં કામ આવશે!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું જેટલું જરૂરી હોય છે એટલું જ શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠું ફાયદાકારક હોય છે. મીઠાનું સેવન ન કરવામાં આવે તો લોહીમાં ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠાના પાંચ પ્રકાર હોય છે પરંતુ સામાન્ય રીતે બે પ્રકારનું મીઠું લગભગ બધાં ઘરોમાં વાપરવામાં આવે છે તે સાદું મીઠું (દરિયાઈ) અને બીજું સિંધાલૂણ, એ ખનિજ મીઠું છે. મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તેના અન્ય પણ ચમત્કારી ઉપયોગ અને ઉપચાર છે જે બહુ જ સરળ અને કારગર છે જે આજે અમે તમને જણાવાના છીએ.
Related Placeholder
સિંધાલૂણ મીઠાનો ઉપયોગ ઘણા પ્રકારે પણ કરવામાં આવે છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારીઓમાં ડોક્ટર મીઠાના ઉપયોગ પર ધ્યાન રાખવાની સલાહ આપે છે. ડેડ સ્કિન દૂર કરવાથી લઇને બોડીને રિફ્રેશ કરવામાં પણ સિંધાલૂણ મીઠાનો ઉપયોગ થાય છે. સિંધાલૂણ મીઠું ખાસ કરીને વ્રતના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પાઉડર અને લિક્વિડ સ્વરૂપમાં મળી આવતું રોક સોલ્ટ ઘણા પ્રકારની બીમારીઓ અને દવાઓ માટે તૈયાર કરવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું રોક સોલ્ટ કયા કયા રોગોમાં કારગર બની શકે છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સિંધાલૂણ મીઠાના ફાયદા અને ઉપયોગો.....
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)