રોજ ભોજનની સાથે અથાણું ખાવાની આદત છે? તો જાણો તેના ફાયદા અને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જમવાની સાથે અથાણું ખાવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં હોય છે. તેના અનેક હેલ્થ બેનિફિટ છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ હેલ્થની દૃષ્ટિએ સારો નથી. જો ભારતની વાત કરવામાં આવે તો આ ભોજનનો અગત્યનો ભાગ છે. ભારતમાં વિવિધ પ્રકારના ફળ અને શાકમાં તેલ-મસાલા મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે. ઓછા તેલમાં અને પૂરતા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલા અથાણાં હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો અથાણાંમાં પુષ્કળ તેલ અને મસાલાનો ઉપયોગ કરતા હોય છે જે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.
 
ચીન, જાપાન, કોરિયામાં શાકની સાથે ઇંડામાં મસાલા અને સોયા સોસ મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે.  જ્યારે વેસ્ટર્ન કંટ્રીઝમાં શાક અને ફળને વિનેગરમાં ડુબાવીને અથાણાં બનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભોજનની સાથે અથાણાં ખાવામાં આવે છે. ફળ અને શાકની સાથે મસાલા અને તેલથી ભરપૂર અથાણાં ખાવાના ઘણા બધા ફાયદા છે, પરંતુ તેનાથી થતા નુકસાનને પણ નજરઅંદાજ નથી કરી શકાતું.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અથાણાંના ફાયદા અને તેનાથી થતા નુકસાન...
અન્ય સમાચારો પણ છે...