સવારે થોડી હળદર ખાવાથી ઓગળે છે ચરબી, જાણો હળદરના આવા 12 ફાયદાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે. આયુર્વેદમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

 

દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી (3 ગ્રામ) હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી અને સાથે જ વજન ઉતરે છે.

 

હળદરમાંથી મળતાં ન્યૂટ્રિઅન્ટ્સ

 

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન, ડાયટરી ફાયબર, નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.

 

આગળ વાંચો હળદરના બેસ્ટ ફાયદાઓ અને ઉપયોગ રીત.

અન્ય સમાચારો પણ છે...