હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નવી જીવનશૈલી તેમજ આનુવંશિક કારણોથી આજકાલ ટાલની સમસ્યા વધી ગઈ છે. ટાલના વિકલ્પ તરીકે હેર ટ્રાન્સપ્લાન્ટ લોકપ્રિય મેથડ બનીને સામે આવી છે. આ એક એવી પ્રક્રિયા છે જે અંતર્ગત વ્યક્તિના માથાના અન્ય ભાગમાંથી વાળ લઈને તે જગ્યાએ પ્લાન્ટ કરવામાં આવે છે જ્યાં વાળ ઉગી રહ્યા નથી.
ભારતમાં છેલ્લા બે દાયકામાં હેર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ પોપ્યુલર થયુ છે. પહેલા માત્ર સેલિબ્રિટી જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હતા અને તેના પર ખૂબ ખર્ચ થતો હતો. પરંતુ નવી ટેકનિક આવતા હેર ટ્રાન્સપ્લાન્ટ સસ્તુ અને સુલભ બન્યુ છે. જેનો સહારો લઈને સામાન્ય લોકો પણ ટાલિયાપણાથી છુટકારો મેળવી શકે છે.
આવો જાણીએ આખરે કેવી રીતે થાય છે હેર ટ્રાન્સપ્લાન્ટ
હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જિકલ મેથડ છે. જેના અંતર્ગત માથાના પાછળ અથવા સાઈડના જ્યાં ઘટ્ટ વાળ છે, ત્યાંથી વાળ લઈને તેને એ એરિયામાં પ્લાન્ટ કરવામાં આવે છે જ્યાં વાળ નથી. આ પૂરી પ્રક્રિયામાં આઠ-દસ અઠવાડિયાનો સમય લાગે છે અને આ સર્જરીને વિશેષજ્ઞ ડૉકટર્સ દ્વારા જ કરવામાં આવે છે. ડૉક્ટર કહે છે કે કેટલીક વ્યક્તિઓના માથામાં વધારે વાળ ન હોવાના કારણે તેમની છાતી અને દાઢીના વાળને પણ માથા પર પ્લાન્ટ કરી શકાય છે. પરંતુ સામાન્ય રીતે માથાના વાળને જ બીજા ભાગમાં પ્લાન્ટ કરવાનું ચલણ છે.
હેર ટ્રાન્સપ્લાન્ટ માટે અઠવાડિયામાં પાંચ-છ કલાકની એક સર્જરીની સિટીંગ હોય છે, જેના અંતર્ગત વ્યક્તિના માથાના કેટલાક વાળને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રકારે છે વારંવાર સિટિંગમાં નક્કી કરેલા વાળ ગ્રાફ્ટ કરવામાં આવે છે. આ સર્જરીમાં એનેસ્થેસિયા આપતા સ્પેશિયાલિસ્ટ સાથે સાથે અન્ય ઉપકરણોના પણ નિષ્ણાતો હાજર રહે છે. જો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાવાળાને કોઈ પ્રકારની બીમારી છે તો તેની પહેલાથી જાણ કરવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
FUE હેરલાઈન ગ્રાફ્ટિંગ (ફૉસિકલ પ્રક્રિયા) હેરલાઈન ગ્રાફ્ટિંગ એટલે કે ફોલિકલ પણ હેર ટ્રાન્સપ્લાન્ટની એક રીત છે. જો માથાના આગળના ભાગમાં વાળ ઓછા હોય તો સ્ટ્રિપ ટેકનિક દ્વારા તેને ઠીક કરી શકાતા નથી. એવામાં એક એક વાળને ધ્યાનથી ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. આમાં 7-8 કલાક જેટલો ટાઈમ લાગે છે અને વ્યક્તિને બેહોશ કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે આમાં માથા પર કોઈ ટાંકા અથવા નિશાન પડતા નથી. ત્યાં સુધી કે ગ્રાફ્ટિંગ કરાવનાર વ્યક્તિને પણ સર્જરીનો અહેસાસ થતો નથી. ડૉક્ટર કહે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ થયાના બે અઠવાડિયામાં જ માથામાં અસર જોવા મળે છે. ટાલથી પ્રભાવિત એરિયામાં 2-3 અઠવાડિયામાં નવા વાળ આવવા શરૂ થઈ જાય છે. આ બિલકુલ બીજા વાળ જેવા જ કુદરતી અને તે જ રંગના હોય છે. 2-3 અઠવાડિયામાં નાના નાના વાળ આવે છે. જે બાદમાં લાંબા થાય છે અને ટાલિયાપણાને ખતમ કરી નાંખે છે. આની ખૂબી એ છે કે અન્ય વાળની માફક જ મજબૂતીથી માથાની ત્વચામાં પરમેનેન્ટ ઉગે છે અને જિંદગીભર ઉગતા રહે છે. જ્યાં સુધી સ્ટ્રિપ મેથડની વાત છે તો એક વાળની ગ્રાફ્ટિંગમાં 30-40 રુપિયાનો ખર્ચ આવે છે. આ ઉપરાંત સિટીંગ અને અન્ય ઉપકરણોનો ખર્ચ જોડવામાં આવે છે. બીજી તરફ એડવાન્સ્ડ ટેકનિક એટલે કે ફોલિકલ મેથડ (FUT)માં 50-60 રુપિયા પ્રતિવાળની ગ્રાફ્ટિંગનો ખર્ચ આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.