ચપટીમાં શરદી-ખાંસી થશે દૂર, અપનાવો આ 10 ઘરેલુ નુસખા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્કઃ બદલાતી ઋતુને કારણે શરદી-ખાંસી, કફ કે પેટ ખરાબ થવુ, એસિડિટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. શરદી અને ખાંસીમાં કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો અમે અહીં ઘરેલું નુસખા જણાવી રહ્યા છીએ. જે તમને આ બીમારીમાં રાહત આપશે. અહીં એવા 10 નુસખા આપ્યા છે જે તમને મદદ કરશે 
1. રોજ 2-3 ખજૂર ખાઈ ઉપર ચાર ઘૂંટડાં ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળશે. ફેંફસા સાફ થઈ જશે અને શરદીમાં રાહત થશે.
2. થોડો અજમો ગરમ કરી પાતળા કપડાંમાં પોટલી બાંધી થોડી-થોડી વાર સૂંઘવાથી શરદીમાં રાહત થશે.
3. રાત્રે સૂતાં પહેલાં અને સવારે બ્રશ કરીને નવશેકું પાણી પીવાથી કફ છૂટો પડી જાય છે.
4. ગરમ દૂધમાં હળદર અને ઘી નાખી પીવાથી કફ અને ઉધરસમાં રાહત થાય છે.
5.  એક ચમચી મધમાં એક ચપટી એલચી ચૂર્ણ મિક્સ કરીને ચાટવાથી શરદી -ઉધરસમાં રાહત થાય છે.
6 નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને બે કલાકના અંતરે પીવાથી શરદીમાં રાહત થશે
7. તજ, મરી અને આદુનો ઉકાળો પીવાથી શરદીમાં રાહત થાય છે.
8 લવિંગને શેકીને મોંમા રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.
9 એક ચમચી હળદર દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદી મટે છે
10 તપેલીમાં ગરમ પાણી કરી તેમા બામ, નીલગીરી અને કપૂર નાખી નાસ લેવાથી ફાયદો થશે
અન્ય સમાચારો પણ છે...