• Gujarati News
  • Health: Why Periods Starts Early, Here Is The Home Remedies For Period Problems

શા માટે હવે નાની વયે આવે છે માસિકસ્ત્રાવ? પીરીયડની તકલીફો માટે ઉપાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ માસિક સંબંધી સમસ્યાઓ અનેક છોકરીઓમાં જોવા મળે છે. માસિક ધર્મ એક કુદરતી ક્રિયા છે. અગિયાર કે બાર વર્ષની ઉંમરથી માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને ત્રણ-ચાર દિવસ સુધી બ્લીડિંગ થાય છે. પિરિયડના ત્રણ-ચાર દિવસ મોટાભાગની મહિલા માટે પેઇનફુલ હોય છે. મૂડ સ્વિંગ થવાની સાથે બીજી અનેક તકલીફ આ સમય દરમિયાન થઈ શકે છે. જોકે આ તકલીફને નાની-નાની સાવધાની રાખીને ઓછી ચોક્કસ કરી શકાય છે
માસિકની તારીખથી માસિક વહેલું આવવું કે ઘણું લેટ આવવું એ પણ એક સમસ્યા છે. જો આ તકલીફને નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. અનિયમિત માસિક થવાનાં ઘણાં કારણો હોય છે. એક તો થાઇરોઇડની બીમારી હોય તો પણ માસિક અનિયમિત થાય છે, તેથી જો માસિક અનિયમિત થતું હોય તો થાઇરોઇડની તપાસ વહેલાસર કરાવી લેવી જોઈએ.
આ સિવાય જો દર મહિને માસિક આવવાના બદલે દોઢ મહિને કે બે મહિને આવતું હોય તો હિમોગ્લોબિનની તપાસ કરાવવી જરૂરી છે. માસિકસ્ત્રાવ ઓછો કે વધુ પ્રમાણમાં આવવો પણ એક સમસ્યારૂપ છે. એચબી જો સાડા બાર ટકાથી ઓછું હોય તો ત્રણ મહિનાનો એચબી વધારવાનો કોર્સ કરી શકાય અને એવાં ફૂડ લેવાં કે જેમાં લોહતત્વ હોય. જેમ કે, પાલક, બીટ અને દૂધ, શિંગદાણા, ખજૂર લેવાં વધુમાં આજે અમે તમને એવા ઉપાય બતાવીશું જેનાથી માસિક સંબંધી સમસ્યાઓનો અંત આવી જશે.
આગળ વાંચો માસિક સંબંધી સમસ્યાથી બચવાના ઉપાયો.......
Paragraph Filter