• Gujarati News
  • Health: How To Avoid A Heat Stroke In Summer, Know Its Symptoms

મોતના મુખમાં લઈ જતાં હીટ સ્ટ્રોક અને લૂથી બચાવશે, આ સરળ ઉપાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એપ્રિલ-મે મહિનો આવે અને ઉનાળાની ગરમીનો પારો સતત વધતો જાય છે. બળબળતા બપોરમાં મોટેરાંઓને કામ માટે તડકામાં ફરવું પડે, છોકરાઓ પણ તડકામાં રમે તેથી ગરમી તથા લૂ લાગે. ગરમી અને હિટ સ્ટ્રોકને કારણે ઝાડા-ઉલટી થાય, તાવ આવે, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામે. ગરમી તથા લૂને કારણે કેવી કેવી તકલીફો થાય તથા તેની સારવારમાં શું કાળજી રાખવી જોઈએ તે આજે આપણે જાણીશું.
આપણું શરીર નિશ્ચિત તાપમાને કામ કરવાં ટેવાયેલું હોય છે. વાતાવરણનું તાપમાન ઓછું હોય તો શરીર સ્નાયુઓને ધ્રુજાવીને તાપમાન વધારે છે. તેથી શિયાળામાં વધુ ઠંડી હોય તો શરીર ધ્રુજે છે. વાતાવરણનું તાપમાન વધુ હોય તો પરસેવો થાય છે અને શરીર ઠંડુ પડે છે. તેથી ઉનાળામાં અને કસરત પછી શરીરમાં પરસેવો વધુ થાય છે. આ રીતે ઋતુઓ પ્રમાણે આપણા શરીરમાં કેટલાક ફેરફાર આવતા હોય છે જેના સારી અને ખરાબ અસરો પણ થાય છે. જેમાં ઉનાળામાં કેવી કાળજી રાખવી તેમજ લૂ લાગે તો વ્યક્તિમાં કેવા લક્ષણ દેખા દે છે તે વિશે જાણવું ખૂબ જરૂરી બની જાય છે.
આગળ વાંચો ક્યારે વ્યક્તિને લૂ લાગી શકે, તેનાથી બચવા શું કરવું જોઈએ, લૂના લક્ષણો કઈ રીતે ઓળખી શકાય વગેરેની જાણકારી......
Paragraph Filter