ગરમીના ભીષણ તાપ અને હીટ સ્ટ્રોકથી બચવા અજમાવો આ Expert Tips

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. જે સામાન્ય તાપમાનમાં આપણે કંફર્ટેબલ રહીએ છીએ, હાલનું તાપમાન તેનાથી 10થી 12 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ગુરૂવારે પણ તાપમાન 45 ડિગ્રી જેટલું હતું. મેડિકલ કોલેજની હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોગ (લૂ તથા તાપઘાત)ના રોગી પહેલાંની સરખામણીમાં વધી ગયા છે. મંગળવારે પણ અકળાવી દેનારી ગરમીએ ભઠ્ઠીની ગરમી જેવો અનુભવ કરાવ્યો હતો. ઘણા ઉપાયો છે જેનાથી આ ગરમીથી બચી શકાય છે.
ભાસ્કરે બાળક વિભાગના પ્રોફેસર ડો. આર. કે. ગુલાટી, મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. નિર્મલ શર્મા અને ગાયનોર્લોજિસ્ટ વિભાગની પ્રોફેસર ડો. મમતા શર્મા પાસેથી જાણ્યું કે, કેવી રીતે આ ભીષણ ગરમીથી બચી શકાય છે.
1. પાણી પીવાથી કામ ચાલશે નહીં, ક્ષારની પૂર્તિ પણ જરૂરી છે-
આપણે બધા જ જાણીએ છીએ કે, પાણી પીવાથી ગરમી દૂર થઇ જશે. પરંતુ એવું સહેજ પણ નથી. પાણી તો જરૂરી છે જ, તેની સાથે-સાથે આપણે ક્ષાર પૂર્તિ પણ કરવાની હોય છે, જે શરીર માટે જરૂરી હોય છે અને પરસેવામાં નીકળી પણ જાય છે. આ ક્ષારની ખામીથી જ ચિડીયાપણું અને થાકનો અનુભવ થાય છે. પોટેશિયમ, મેગ્નિશિયમ, સોડિયમ વગેરે એવા ક્ષાર છે, જે શરીરની ઉર્જાને બનાવી રાખવા માટે જરૂરી હોય છે. લીંબૂ પાણી, જલજીરા, કેળા, સંતરા, તરબૂચ વગેરેનું સેવન કરવાથી ક્ષારની ખામી દૂર થાય છે. તમને થાક પણ ઓછો લાગશે અને તમને ચિડીયાપણું પણ અનુભવાશે નહીં.
તાપઘાતના લક્ષણઃ-
માથાના દુખાવાની સાથે તાવ આવે તો તરત જ ડોક્ટરને જણાવવું જોઇએ. તે જ ચિડીયાપણું અથવા થાક હોય તો હળવા તાપઘાતની શ્રેણીમાં આવે છે. જેમાંથી પણ ડોક્ટરની સલાહ પર જરૂરી ઉપચાર કરવો જોઇએ.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગરમીથી બચવાના અન્ય ઉપાય.....
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)