ફૂડ પોઇઝનિંગની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ 8 ઘરેલુ નુસ્ખા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફૂડ પોઇઝનિંગ કોઈ પણ મોસમમાં ખાનપાનમાં બેદરકારીને લીધે થઈ શકે છે, પરંતુ તેની સૌથી વધુ ઘટનાઓ મોનસૂનમાં જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ બેક્ટેરિયા અને સરખી રીતે સ્વચ્છતા ન રાખવું હોય છે. સ્વાદિષ્ટ, સ્પાઇસી અને ટેસ્ટી ફૂડના ચક્કરમાં કાયમ આ સમસ્યા થતી હોય છે. તેના લીધે પેટમાં દુખાવો, મરોડ, એસિડિટી અને તાવ આવવા જેવી કેટલીય સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે. બીમારીઓ ફેલાવવાવાળા બેક્ટેરિયા મોટાભાગે મીટ, સી ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સમાં મળે છે, પરંતુ આ સિવાય લેટ્યૂસ, ફલ અ શાકભાજીમાં પણ બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. ફૂડ પોઇઝનિંગનો સૌથી પહેલો લક્ષણ પેટમાં દુખાવો હોય છે. સમસ્યા વધી જવા પર દવા અને સારવારની જરૂર હોય છે, પરંતુ અમુક ઘરેલુ અને સરળ નુસ્ખા પણ છે જેના દ્વારા સમય રહેતા આરામ મેળવી શકાય છે.
આદું
કેટલાય વર્ષોથી આદુંનો ઉપયોગ કેટલાય પ્રકારના રોગોની સારવારમાં કરવામાં આવ્યો છે. આદું ડાઇજેશન માટે જરૂરી ન્યૂટ્રિએંટ્સને ઓબઝોર્બ કરે છે. સાથે જ ઉબકા આવવા કે ઉલ્ટી થવા જેવી સમસ્યાઓમાં પણ તરત આરામ મળે છે. પાણીમાં આદુંના ટૂકડાને ઘસી નાખો અને થોડી વાર સુધી તેને ઉકાળો. સ્વાદ માટે તેમાં થોડું મધ અને શાકર મિક્સ કરો. એક બીજો ઉપાય પણ છે. આદુંના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો. આ દુખાવા અને સોજા બંનેમાં જલ્દી આરામ અપાવે છે.
એપલ વિનેગર
એપલ વિનેગરમાં એસિડની માત્રા મોજુદ હોય છે. તેનું એલ્કલાઇન ફેક્ટર બોડીના મોટાબોલિઝ્મ લેવલને જાળવી રાખે છે. સાથે જ આ ફૂડ પોઇઝનિંગની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. ગેસ, એસિડિટી જેવી કેટલીય સમસ્યાઓથી તરત આરામ મેળવવા માટે વિનેગરનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવ્યો છે. એક કપ ગરમ પાણીમાં બે ચમચી વિનેગર નાખો અને ભોજન કરતા પહેલા તેને પી લો.
Other remedies: લીંબુ, તુલસીના પાન, લસણ, જીરું, મધ, મેથી અને દહીં.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઘરેલુ નુસ્ખાઓ વિશે વિસ્તારમાં...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)