Home » Lifestyle » Health » Follow these three steps to active fat burning hormones to stay fat free

ફેટ બર્નિંગ હોર્મોન્સને આ 3 સ્ટેપ દ્વારા કરો એક્ટિવ, શરીર બનશે ફેટમુક્ત

Divyabhaskar.com | Updated - Jan 04, 2016, 04:00 PM

માત્ર આ 3 સ્ટેપ દ્વારા શરીરમાં ચરબી બર્ન કરતાં હોર્મોન્સને કરો એક્ટિવ

 • Follow these three steps to active fat burning hormones to stay fat free
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો તમે ખરેખર સ્થૂળતાથી છુટકારો મેળવવા માગતા હો તો તમારા રોજિંદા ખોરાકમાંથી શુગર, સ્ટાર્ચવાળા વેજિટેબલ્સ, સ્વીટ ફ્રૂટ્સ (ખાસ કરીને જ્યૂસ), નાસ્તાઓ અને કાર્બોહાઈડ્રેટવાળા આહારનું સેવન ઓછું અથવા બંદ કરી દો. આ સિવાય દરરોજ 30 મિનિટની હળવી કસરતને જીવનશૈલીમાં ચુસ્તપણે સામેલ કરો. આનાથી તમારા શરીરમાં નવા મસલ્સ બને છે અને એનર્જી મેળવવા માટે તમારું શરીર ફેટને બર્ન કરે છે.
  ફેટ બર્નિંગ હોર્મોન્સ એક્ટિવ કરવા જાણો ત્રણ સ્ટેપ
  રોજની લાઈફમાં ખાન-પાનમાં કેટલીક બાબતોને ફોલો કરવાથી ફેટ બર્ન કરતાં હોર્મોન્સ શરીરમાં એક્ટિવ થાય છે, જેના કારણે શરીરમાં વધારાની ચરબી વધતી નથી. તો ચાલો આજે જાણી લો એવા 3 સરળ સ્ટેપ વિશે, જેને અપનાવીને તમે ચોક્કસથી તમારા વધારાના વજનને કાબૂમાં લાવી શકશો. જેમાં તમારે તમારા ખાન-પાનના નિયમો, ખાવાનો સમય, શું ખાવું, કઈ રીતે ખાવું વગેરે વાતો જણાવીશું. આ એકદમ સરળ અને અસરકારક રીત છે. તો જાણી લો.
  આગળ વાંચો ફેટ બર્નિંગ હોર્મોન્સને સક્રિય કરવા માટેના 3 ખાસ સ્ટેપ વિશે.
 • Follow these three steps to active fat burning hormones to stay fat free
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટેપ-1 કોઈપણ પ્રકારની શુગરનું સેવન બંદ કરી દેવું
   
  -સ્ટાર્ચવાળા ખોરાક ન ખાવાં. (જેમ કે, ફ્રેન્ચ ફાઈઝ, બેક્ડ પોટેટો, બ્રેડ, પાસ્તા, કુકીઝ, કેક વગેરે)
   
  -ફળોનો જ્યૂસ અને શુગરવાળા ફળોનું સેવન ન કરીને સફરજન જેવા લો શુગર ફળોનું સેવન કરવું.
   
  -મધ સિવાય કોઈપણ પ્રકારની સ્વીટ્સ કે શુગરવાળા આહાર, સ્વીટનર વગેરેને ત્યજી દેવા.
   
  -આલ્કોહોલ, કેન્ડી, આઈસક્રિમ, પ્રોસેસ્ડ ફૂડ્સ વિથ એડેડ શુગર વગેરેને તિલાંજલી આપવી.
   
  -તમારા રોજિંદા આહારમાં શુગરનું ઈનટેક સાવ બંદ કરી દેવું.
   
  -આ પહેલો સ્ટેપ ચુસ્તપણે પાળવો અને પછી જ અન્ય બે સ્ટેપ પર આગળ વધવું. 
 • Follow these three steps to active fat burning hormones to stay fat free
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટેપ-2 બીન્સવાળા વેજિટેબલ્સનું ભરપૂર સેવન કરો
   
  -દરરોજ તમારા બ્રેકફાસ્ટમાં વેજિટેબલ્સને સામેલ કરો. તેમાં તમે સ્ટીમ કરેલાં, બાફેલાં કે જ્યૂસ તરીકે પણ લઈ શકો છો.
   
  -લંચ અને ડિનરમાં ચોક્કસથી સલાડ ખાઓ. તમારા શરીર પ્રમાણ અને પસંદગી પ્રમાણેનું સલાડ ખાવું જ જોઈએ.
   
  -ભોજનની થાળીમાં અડધી થાળીમાં વેજિટેબલ્સ જ હોવા જોઈએ.
   
  -તમારા ભોજનમાં કાચાં શાકભાજી અથવા તો સ્ટીમ કરેલાં શાકભાજીઓનું સેવન કરો. કારણ કે આ રીતે શાકભાજી ખાવાથી તે પચવામાં વધુ કેલરી અને એનર્જી એબ્સોર્બ કરે છે. સાથે જ તેમાં રહેલું ફાઈબર પેટ અને આંતરડાને સાફ રાખે છે. જે વેઈટ લોસ માટે જરૂરી છે.
   
  -વેજિટેબલ્સ જ્યૂસનું કરો સેવન
   
  -જો તમને બ્લડ શુગરની સમસ્યા હોય તો તમારે ડાર્ક લીલા શાકભાજીઓ ખાવા. જેમ કે પાર્સલે, પાલક, મેથી વગેરે.
   
  -જો વધુ પ્રોટીન વાળા શાકભાજીઓ ખાવા હોય તો એસ્પરગસ (શતાવરી), સ્ટ્રિંગ બીન્સ અને ફુલાવરનું સેવન કરો.
   
  -આ સિવાય જ્યૂસ માટે તમે એપ્પલ, બીટ અને ગાજરનો ઉપયોગ કરી શકો છો.
   
  -આ સિવાય તમારા ખોરાકમાં 2 ચમચી અળસીના બીજને સામેલ કરો.
   
  -ડાયટમાં બટરની જગ્યાએ નારિયેળ તેલનો ઉપયોગ કરો. ઓલિવ ઓઈલની જગ્યાએ સનફ્લાવર ઓઈલનો ઉપયોગ કરો. 
 • Follow these three steps to active fat burning hormones to stay fat free
  સ્ટેપ-3 ઓછું ખાઓ અને ભોજનના સમયને સ્ટ્રિકલી ફોલો કરો
   
  -સાંજે ક્યારેય 7 વાગ્યા પછી જમવું નહીં.
   
  -જમતી વખતે લીંબુ નાખેલા પાણીનું સેવન કરવું અથવા તો હર્બલ ટી પીવી. જમવાની આસપાસના સમયમાં ફ્રૂટ જ્યૂસ ન પીવું.
   
  -આખા દિવસ દરમિયાન 3 વાર અથવા તો 2 વાર જ ખાઓ. અથવા તો ડિનરમાં માત્ર સલાડનું સેવન કરવું. ટૂંકમાં ઓછું ખાઓ અને હેલ્ધી ખાઓ.
   
  -જમવાનું ક્યારેય સ્કિપ કરવું નહીં અને સવારે બ્રેકફાસ્ટ પણ ચોક્કસથી ખાવું. કેટલાક લોકો સવારનો નાસ્તો અને રાતનું જમવાનું છોડી દેતાં હોય છે. તો આવું ક્યારેય ન કરવું. વારંવાર નાસ્તો ખાવાની ટેવ છોડી દેવી. આ સિવાય ભોજન હમેશાં શાંતિથી ચાવી-ચાવીને જ ખાવું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ