Home » Lifestyle » Health » Boil Veggies benefits: vegetables which is more beneficial when boiled

આ 10 વસ્તુઓ પકાવીને નહીં પણ બોઈલ કરીને ખાઓ, મળશે વધુ ફાયદા

Divyabhaskar.com | Updated - Dec 23, 2015, 06:18 PM

આ 10 વેજિટેબલ્સને બાફીને જ ખાશો, જ્યારે જાણશો તેના આ હેલ્ધ બેનિફિટ્સ

  • Boil Veggies benefits: vegetables which is more beneficial when boiled
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વેજિટેબલ્સને જ્યારે બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેની તાકાત બે ગણી વધી જાય છે, સાથે જ તે વધુ હેલ્ધી બની જાય છે. એક સંશોધન મુજબ જ્યારે કેટલીક શાકભાજીઓને બાફવામાં આવે છે તો તેમાં રહેલાં વિટામિન, મિનરલ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ જળવાઈ રહે છે. કેટલાક શાક જેમ કે, પાલક, ગાજર, શક્કરિયા અને કોબીજ વગેરેને બાફીને જ ખાવા જોઈએ, કારણ કે તેનાથી તેમાં પોષક તત્વોમાં વધારો થશે. સાથે જ તમને તેમાં રહેલાં નેચરલ વિટામિન્સ અને બાફતી વખતે તેમાં જે પાણીનો ઉપયોગ કરીએ તે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે.
    જેથી આજે અમે તમને એવા દસ વેજિટેબલ્સ વિશે જણાવીશું જેને સપ્તાહમાં બેવાર બાફીને અવશ્ય ખાવા જોઈએ. આનાથી તમે ઝડપથી વજન પણ ઘટાડી શકો છો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ગજબનો લાભ થશે. તમે સલાડ તરીકે પણ બાફેલાં વેજિટેબલ્સનું સેવન કરી શકો છો.
    બટાકા
    બટાકાનું વધુ સેવન આમ તો સ્વાસ્થ્ય માટે સારું નથી એવું કહેવાય છે, પરંતુ જો બટાકાને બાફી અથવા સ્ટિમ કરીને ખાવામાં આવે તો તમને બટાકાનો સ્વાદ પણ મળી રહેશે અને સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક રહે છે. જ્યારે તમે બટાકાને બાફીને તેનું સેવન કરો છો તો તમે ઓછી કેલરી ગ્રહણ કરો છો. જેથી જે લોકો વજન ઘટાડવા માગતા હોય તમને ખાસ કરીને બાફેલા બટાકાનું સેવન કરવું જોઈએ.
    આગળ વાંચો અન્ય 9 વસ્તુઓ વિશે જેને બાફીને ખાવાથી મળશે સ્વાસ્થ્ય ફાયદા.
  • Boil Veggies benefits: vegetables which is more beneficial when boiled
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ગાજર
     
    ગાજર સ્વાસ્થ્ય માટે કેટલાં ગુણકારી છે એ મોટાભાગના લોકો જાણતા હશે. ગાજરને બાફીને તેનું સેવન કરવાની વાત આવે તો બાફેલા ગાજર આંખોના સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક રહે છે. તેના માટે પાણીમાં થોડાક ગાજર નાખીને તેમાં ચપટી મીઠું અને મરી પાઉડર નાખીને બાફીને ખાવા જોઈએ. આ તમારી આંખો માટે બહુ જ પૌષ્ટિક ખોરાક સાબિત થશે.
     
    બીટ
     
    બ્લડ સર્ક્યુલેશન અને માસિક સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં એક બીટ બાફીને ખાવું જોઈએ. આમ તો બીટનું સેવન અનેક રીતે કરી શકાય છે અને તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ ગુણકારી પણ માનવામાં આવે છે. જોકે તેને બાફીને ખાવામાં આવે તો તેના ગુણો બમણાં થઈ જાય છે. પણ ધ્યાન રાખવું કે બીટને 3 મિનિટ માટે જ બાફવું તેનાથી વધારે નહીં.
     
    બીન્સ
     
    બધાં જ પ્રકારના બીન્સનું સેવન કરવું જોઈએ. તે હેલ્ધ માટે ગુણકારી માનવામાં આવે છે અને તેમાંથી શરીરને કેટલાક પોષક તત્વો પણ મળી રહે છે. બીન્સ જેમ કે સોયાબીન, ચોળા, રાજમા, કાળા અડદ, મસૂરની દાળ, કાબુલી ચણા વગેરે. બીન્સને વધુમાં વધુ 6 મિનિટ સુધી બાફવા જોઈએ. તેનાથી વધુ નહીં. તેમાં ચપટી મીઠું અને મરી પાઉડર ઉમેરવા. આ પ્રકારે બીન્સનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. 
  • Boil Veggies benefits: vegetables which is more beneficial when boiled
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાલક
     
    લીલા શાકભાજીઓને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. એમાંય ખાસ કરીને મેથી અને પાલકને બાફીને તેનું સેવન કરવું જોઈએ. આ બન્ને શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે અને તેમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી તમે આ બન્નેનું સૂપ બનાવીને પણ પી શકો છો.
     
    સ્વીટ કોર્ન
     
    સ્વીટ કોર્નને બાફવા માટે વધુ પાણી અને સમયની જરૂર પડે છે. આ એક એવું વેજિટેબલ છે તેને આપણે બાફીને જ તેનું સેવન કરી શકીએ છીએ. કોર્નમાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિઅન્ટ્સ અને ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં ફાયદો કરે છે.
     
    શક્કરિયા
     
    શક્કરિયાને બાફીને તેનું સેવન કરવામાં આવે તો તે વધુ હેલ્ધી બની જાય છે. શક્કરિયામાં કાર્બ સારી માત્રામાં હોય છે જે શરીર માટે બહુ જ જરૂરી છે. પરંતુ ફાયદા મેળવવા માટે શક્કરિયાને બાફીને જ તેનું સેવન કરવું જોઈએ. 
  • Boil Veggies benefits: vegetables which is more beneficial when boiled
    ફ્લાવર
     
    સ્ટિમ ફ્લાવરનું સેવન વધુ હેલ્ધી માનવામાં આવે છે. આ રીતે ફ્લાવરનું સેવન કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ અને વિટામિન્ટ નષ્ટ થતાં નથી. જેથી ફ્લાવરને બાફીને કે સ્ટિમ કરીને જ તેનું સેવન કરવું જોઈએ.
     
    કોબીજ
     
    કોબીજને જ્યારે બાફીને તેનું સેવન કરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. સાથે જ કોબીજને જે પાણીમાં બાફવામાં આવે તે પાણીનો ઉપયોગ પણ કરી લેવો જોઈએ કારણ કે તેમાં સારા એવા પોષક તત્વો હોય છે.
     
    બ્રોકોલી
     
    બ્રોકોલીને બાફીને ખાવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્રોકોલી બહુ ગુણકારી માનવામાં આવે છે. જો તમે માત્ર બ્રોકોલી ખાવા ઈચ્છો છો તો તેને બાફીને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્ષ કરો, એ વધુ ટેસ્ટી અને હેલ્ધી બની જશે. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ