તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ ખાઓ માત્ર આ એક ટેસ્ટી શાક, કિડનીની પથરી તોડશે+વજન ઘટશે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને કારણે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓ અને મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહનીય દર્દ સહન કરવું પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ તકલીફ આપનારી હોય છે. પરંતુ કેટલાક એવા શાક છે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે અને એવું જ એક ઔષધિય શાક છે કારેલાં.
કારેલાનો સ્વાદ ભલે તમારી જીભને ભાવે કે ન ભાવે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેના ફાયદા વજન ઘટાડવાથી લઈને ડાયાબિટિસ, કિડનીની પથરી વગેરે રોગોમાં સંજીવની બૂટીનું કામ કરે છે. આવો જાણીએ, ડાયટમાં કારેલા સામેલ કરવાથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કંઈ સમસ્યાઓને દૂર રાખી શકો છો અને તેને ડાયાબિટીક ભોજન સમજવાને બદલે અન્ય ફાયદાઓ ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ.
આગળ વાંચો પથરી અને સ્થૂળતાનાશક સાથે જ અન્ય રોગોમાં રામબાણ શાકના નુસખા......