હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ અનેક રીતે ફાયદાકારક છે આ વાત તો બધાં જાણે જ છે પરંતુ શું તમે જાણો છો કે મધ ત્વચા માટે કેટલું લાભાકારી છે? જી હાં મધનો પ્રયોગ કરીને તમે તમારા ચહેરાની ત્વચાને ઝડપથી નિખારી શકો છો. અને કાળા અને ડાઘાવાળા ચહેરાને ગોરો અને સુંદર બનાવી શકો છો.
ત્વચા માટે મધ છે વરદાન
ઘરે જ મધમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી તમારા ચહેરાની સમસ્યા પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકના પ્રયોગથી તમારી ત્વચામાં પ્રાકૃતિક રીતે નિખાર આવશે, સાથે જ ખીલ, કાળો ચહેરો, ખાડા વગેરેની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. મધ ત્વચાની રૂક્ષતાને દૂર કરીને કરચલીમાં પણ ફાયદો કરે છે.
ખીલને દૂર કરવા માટે
મધમાં તજનું પાઉડર મિક્ષ કરીને પેસ્ટ બનાવીને તેને રાતે ચહેરા પર લગાવી આખી રાત રહેવા દો. આગલા દિવસે સવારે ચહેરો ધોઈ લો. આ મિશ્રણનો ઉપયોગ રોજ કરવો. આમ તો અનાજ દ્વારા કેટલાક પ્રકારના સ્ક્રબ બનાવી શકાય છે પરંતુ મધના આ પ્રયોગથી ડબલ ફાયદો થાય છે. મધ ત્વચાની મૃત કોશિકાઓ અને ગંદકીને બહાર કાઢીને ત્વચાની આંતરિક સફાઈ કરે છે. આનાથી તમે સરળતાથી ઘરે જ ફેસ સ્ક્રબનો લાભ લઈ શકો છો.
આગળ વાંચો અન્ય 6 ઘરેલૂ પેસ્ટ વિશે, જેમાં મધમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને ચહેરાને નિખારી શકાય છે.