શું ઝીરો કેલરી ફૂડથી વજન ઘટે છે? રિસર્ચમાં કરવામાં આવ્યો છે અલગ જ દાવો

The Truth About Zero-Calorie Foods

divyabhaskar.com

Sep 01, 2018, 03:42 PM IST

હેલ્થ ડેસ્કઃ કોઇ ફૂડ કેવી રીતે ઝીરો કેલરી હોઇ શકે છે ? હાલમાં વજન ઓછું કરવા માટે લોકોમાં ઝીરો કેલરી ફૂડ પ્રત્યેનો પ્રેમ વધી ગયો છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ઝીરો કેલરી ફૂડથી વજન વધી શકે છે.

કેવી રીતે જાણો -

ઉદાહરણ તરીકે જો તમે ડાયટ સોડા પીધી તો તમારા શરીરને થોડી તાકાત મળી શકે, પરંતુ તે અંદર જઇને રાહત આપશે. જ્યારે એ કેલરી આપતી નથી, તો શરીર વિચારમાં પડી જાય છે. તેનાથી ભૂખ લાગવા લાગે છે. કેલરીના અભાવમાં કંઇક ખાઇ લેવાથી અલગ પ્રકારની ગભરામણ થવા લાગે છે. અહીં કેટલાક ફૂડ આપવામાં આવે છે. જે ઝીરો કેલરી તો કહેવામાં આવે છે, પરંતુ ઝડપથી વજન વધારે છે.

બટર સ્પ્રે

બટર સ્પ્રે એટલે સોયાબિનનું તેલ અને પાણી, જેમાં થિકનર્સ નાંખવામાં આવે છે. આમાં ઇડીટીએ (એથિલિ નડાયમાઇનેટેટ્રાએસિટિક) પણ નાંખવામાં આવે છે. એટલે કે, એકવાર સ્પ્રેની બોટલમાં 904 કેલરી અને 90.4 ગ્રામ ફેટ છે, એટલે 1 ચમચીમાં એક ગ્રામ ફેટ અને 10 જેટલી કેલરી. આ પ્રકારે કેલરી ફ્રી ડિપ્સ, સ્પ્રેડ ઔસ સોસ, પીનટ સ્પ્રેડ, ચોકલેટ સીરપ, માર્શમૈલો ડિપ, પાસ્તા સોસ પણ આ શ્રેણીમાં છે. પીનટ ડિપને જ લો. પીનટ સ્પ્રેડમાં હાઇ કેલરી પીનટ બટરને દૂર કરવામાં આવે છે. તેમાં પાણી, વેજીટેબલ ફાઇબર, મીઠું અને નેચરલ રોસ્ટેડ પીનટ ફ્લેવર રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફૂડ નથી, તે આર્ટિફિશિયલ ફ્લેવર છે, જેમાં આર્ટિફિશિયલ સ્વીટનર, મીઠું રહે છે. તો તકલીફ શું છે ? શરીર વિચારમાં પડી જાય છે કોઇ કેલરી તેમાં રહેતી નથી.

ઝીરો નૂડલ્સ

ઝીરો નૂડલ્સની સ્થિતિ પણ એવી જ છે. તે નૂડલ્સ ગ્લૂકોમેનન ફાઇબરથી બનાવવામાં આવે છે. આ એક જાપાનની જમીન કંદમૂળ કોનલાક પ્લાન્ટનું છે. દાવો એ કરવામાં આવે છે કે,તે નૂડલ્સ ભાત અને પાસ્તાનો વિકલ્પ છે. તે કેલરી વગર તૃપ્તિ આપે છે. અધ્યયન એ જણાવે છે કે આ ફાઇબરથી વજન ઓછું થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. તે સામાન્ય રબરની સમાન હોય છે.

વજન ઓછું કરવા માટે આ ચાર ફળ અને શાક ઝીરો કલેરી ફૂડ જે આ શ્રેણીમાં આવે છે

બ્રોકોલી

ઝીરો કેલરીનું આ શાક કેન્સર થવા દેતુ નથી. સાથે તેનાથી વજન ઓછું થાય છે. તે હાઇ ફાયબર ફૂડ છે, જે આપણું પાચન સ્વસ્થ કરીને રોગ પ્રતિકારક શક્તિઓને વધારો કરે છે.

ગાજર

ગાજર ખૂબ લો કેલરી ફૂડ છે. વિશ્વ ડાયાબિટીઝ દિવસ પર એ વાતની ઘોષણા કરવામાં આવી કે ગાજર ડાયાબિટીઝને કાબૂમાં રાખી શકે છે.

તરબૂચ

તેમાં નેચરલ સ્વીટનર છે. પાણી મોટા પ્રમાણમાં છે, સામાન્ય કેલરી હોય છે. તે ઝીરો કેલરીમાં ગણાય છે, કારણ કે તે શારીરિક ગતિવિધિઓને કાબૂમાં રાખે છે.

ટામેટાં

ઝીરો કેલરીમાં તે સૌથી સચોટ ફૂડ છે. વજન ઉતારવાની સાથે સાથે તે હ્રદયની બિમારીને દૂર રાખે છે.

X
The Truth About Zero-Calorie Foods
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી