ચેતોઃ હથેળી અને પગના તળિયામાં પરસેવો થાય છે? હોઇ શકે આ બીમારી

હથેળી અને તળિયામાં પરસેવો થવો એ સામાન્ય બાબત નથી તેને હાઇપરહાઇડ્રોસિસના નામે ઓળખવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:04 AM
hands and legs are sweating it may be cause of this disease

યુટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકોને પરસેવો થતો જ રહે છે. કેટલાકને જમતી સમયે પરસેવો છૂટે છે. શરીરના ખાસ અંગોમાં પરસેવો થવો એ સામાન્ય છે, પણ જો વ્યક્તિને હથેળીમાં કે પગના તળિયામાં પરસેવો થાય છે તો આ સમસ્યા હાઇપરહાઇડ્રોસિસની બીમારી હોઇ શકે છે. તે સામાન્ય પ્રક્રિયા નથી. ફક્ત હથેળી કે તળિયા નહીં પણ રોગીને આખા શરીરમાં વધારે પ્રમાણમાં પરસેવો થાય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પરસેવો કઇ રીતે થાય છે અને શરીરમાં કયા ફેરફારો થાય છે...

વધારે પરસેવો થવાથી શરીરમાં ભેજ આવે છે અને તેમાં બેક્ટેરિયા જન્મે છે.
વધારે પરસેવો થવાથી શરીરમાં ભેજ આવે છે અને તેમાં બેક્ટેરિયા જન્મે છે.

પરસેવો થવાના કારણે શરીરમાંથી વધારાના તત્વો બહાર કાઢવાની પ્રક્રિયા છે. તેનાથી ત્વચા અને શરીરની આંતરિક સફાઇ થાય છે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહે છે. અન્ય તરફ વધારે પરસેવો થવો એ સ્વાસ્થ્યને બગાડે છે. વધારે પરસેવો થવાથી શરીરમાં ભેજ આવે છે અને તેમાં બેક્ટેરિયા જન્મે છે. સ્વાસ્થ્ય જોખમાય છે અને અનેક બીમારીઓ પણ થાય છે. 

 

જો કોઇ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસની બીમારી છે તો શિયાળામાં પણ તેની હથેળી અને તળિયામાં પરસેવો આવે છે. પરસેવો આખા શરીરમાંથી કે પછી કોઇ ચોક્ક્સ જગ્યાએથી નીકળે છે. આ પ્રકારના દર્દીની પરસેવાની ગ્રંથિ વધારે સક્રિય રહે છે. 

વધારે ગરમી અને ચિંતાની સ્થિતિમાં પણ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસ થઇ શકે છે.
વધારે ગરમી અને ચિંતાની સ્થિતિમાં પણ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસ થઇ શકે છે.

હાઇપરહાઇડ્રોસિસ થવાનું કારણ

 

હાઇપરહાઇડ્રોસિસ બે પ્રકારના હોઇ શકે છે. એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. પ્રાઇમરી હાઇપરહાઇડ્રોસિસ થવાનું કોઇ ખાસ કારણ નથી. આ એક સ્વસ્થ વ્યક્તિને પણ થઇ શકે છે અને સાથે તેને કારણ વિના પરસેવો થઇ શકે છે. જ્યારે સેકન્ડરી હાઇપરહાઇડ્રોસિસમાં પરસેવો નીકળવાના કારણો સામે આવે છે જેમકે ડાયાબિટિસ, મેનોપોઝ કે લો ગ્લૂકોઝ લેવલ અને હાઇપરથાયરાઇડિઝમ. આ સિવાય જે વ્યક્તિને ન્યૂરોલોજિકલ, એન્ડ્રોઇન, ઇન્ફેક્શન અને અન્ય બીમારી હોય તો તેને પણ હાઇપરહાઇડ્રોસિસ હોઇ શકે છે. વધારે ગરમી અને ચિંતાની સ્થિતિમાં પણ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસ થઇ શકે છે. 

X
hands and legs are sweating it may be cause of this disease
વધારે પરસેવો થવાથી શરીરમાં ભેજ આવે છે અને તેમાં બેક્ટેરિયા જન્મે છે.વધારે પરસેવો થવાથી શરીરમાં ભેજ આવે છે અને તેમાં બેક્ટેરિયા જન્મે છે.
વધારે ગરમી અને ચિંતાની સ્થિતિમાં પણ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસ થઇ શકે છે.વધારે ગરમી અને ચિંતાની સ્થિતિમાં પણ વ્યક્તિને હાઇપરહાઇડ્રોસિસ થઇ શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App