Home » Lifestyle » Health » Because of this 3 reasons you face for second pregnancy

સેકન્ડ પ્રેગનન્સીમાં આ 3 સમસ્યા આવે છે, જાણો કારણો અને સારવારના વિકલ્પ

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 01:25 PM

બીજી વખતે ગર્ભધારણ કરવામાં આ 3 કારણોને લીધે સમસ્યા થાય છે

  • Because of this 3 reasons you face for second pregnancy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ પહેલીવાર માતા પિતા બનવાનું સુખ ઘણું સારું લાગે છે. પણ જ્યારે તમે ફરી વાર પ્રેગનન્સી રાખવાનું વિચારો છો ત્યારે તે રોમાંચક હોય છે પણ શક્ય છે કે અનેક લોકોને તેમાં સમસ્યા આવે છે. આ સમયે તમે ટેન્શનમાં આવી જાવ છો. આ સમયે તમારે સમસ્યાનું સ્વરૂપ જાણી લેવું જોઇએ.

    સમસ્યાનું સ્વરૂપ


    સેકન્ડરી ઇનફર્ટિલિટીને આ રીતે જોવામાં આવે છે. દંપતિમાંથી એક કે બંને પાર્ટનરને પહેલાંથી બાળક હોય કે પછી મહિલાને પહેલાં ક્યારેક ગર્ભ રહ્યો હોય અને પછી એક વર્ષ સુધી અસુરક્ષિત અને યોગ્ય સમયે તેણે શારિરીક સંબંધો બનાવ્યા હોય તો પણ તે ગર્ભ ધારણ કરી ન શકતી હોય. પહેલાંથી એક બાળક હોવાના કારણે સેકન્ડરી ઇનફર્ટિલિટી પ્રાઇમરી ઇનફર્ટિલિટીની જેમ તકલીફવાળી હોઇ શકે છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય કયા કારણો જવાબદાર હોઇ શકે છે જે તમને સેકન્ડ પ્રેગનન્સીમાં મુશ્કેલી આપી શકે છે....

  • Because of this 3 reasons you face for second pregnancy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જાણો 3 મુખ્ય અસરકારક કારણો

     

    મેલ ફેક્ટર ઇનફર્ટિલિટી


    ઉંમર વધવાની સાથે ફક્ત મહિલાની ફર્ટિલિટી પ્રભાવિત થતી નથી. પુરુષોમાં પણ ઉંમર વધવાની સાથે શુક્રાણુની ગુણવત્તા અને પ્રમાણમાં ઊણપ આવે છે. સ્વાસ્થ્યના ખરાબ રહેવું અને દવાની મદદથી મેલ ઇનફર્ટિલિટી પ્રભાવિત થઇ શકે છે. 

     

    જીવનશૈલી સાથે સંબંધિત કારણ


    વજન વધવાથી પુરુષ અને મહિલા બંનેમાં ઇનફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે. મહિલાઓમાં વજન વધવાથી હોર્મોન અસંતુલિત થઇ જાય છે. વધારે વજન વધી જાય તો મહિલાઓમાં ઓવુલેટરી ડિસફંક્શન થઇ શકે છે અને પુરુષોમાં શુક્રાણુના ઉત્પાદનમાં ખામી આવે છે અને સાથે ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં વધારો થઇ શકે છે. 

     

    ઇનફર્ટિલિટીની દવાઓ


    બીજના નિર્માણ માટે દવાઓ આપવામાં આવે છે જેથી વધારે બીજ રિલિઝ થઇ શકે. એક પ્રજનન ચક્રમાં અનેક બીજનું ઉત્પાદન કરવા માટે ઇનજેક્ટેબલ દવાઓને પણ સામાન્ય રીતે લેવામાં આવે છે. ઇન્ટ્રાયૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ)ની સાથે આ બંને રીતનો ઉપયોગ કરી શકાય છે. 

     

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને સમજો કારણો અને સાથે જ સારવારના વિકલ્પ...

  • Because of this 3 reasons you face for second pregnancy

    કારણોને સમજો


    કોઇ પણ યુવતી એક નક્કી બીજની સાથે જન્મ લે છે. સમય કે ઉંમરની સાથે આ એગ્સનું પ્રમાણ ઘટે છે. 37 વર્ષની ઉંમરે અંડાણુની સંખ્યા ઝડપથી ઘટે છે.

     

    સારવારના વિકલ્પ


    આ એક ખોટી ધારણા છે કે પ્રજનન સંબંધી ઉપચારનો અર્થ છે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) હોય છે. જ્યારે સચ્ચાઇ એ છે કે સેકન્ડરી ઇનફર્ટિલિટીના ઉપચાર માટે અનેક ઉપાય મળે છે. તેમાં ઇનફર્ટિલિટીની દવાઓથી લઇને ઇન્ટ્રાયૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ કે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન) અને અનેક અન્ય ઉપાય પણ છે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ