તમારું બાળક પણ દ્રાક્ષ ખાય છે તો સંભાળો, મુકાઇ શકે છે જીવ જોખમમાં

ઘણીવાર આપણે કેટલીક મહિલાઓને એ વાતને લઇને પરેશના થતા જોઇ હશે કે તેમનું બાળક કંઇ ખાતું નથી.

divyabhaskar.com | Updated - Mar 17, 2018, 07:23 PM
X Ray Reveals Greps Chokes Australian Boys Wind Pipe

યુટિલિટી ડેસ્કઃ ઘણીવાર આપણે કેટલીક મહિલાઓને એ વાતને લઇને પરેશના થતા જોઇ હશે કે તેમનું બાળક કંઇ ખાતું નથી, હેલ્ધી ફૂડ નથી ખાતું. બાળક જો ફળ ખાવા લાગે તો માતા ખુશ થઇ જાય છે, પરંતુ એક માતા માટે આ અનુભવ ભયાવહ થઇ ગયો. માતા એ વાતથી ખુશ હતી કે બાળક દ્રાક્ષ ખાઇ રહ્યું છે, પરંતુ તેને ખબર નહોતી કે દ્રાક્ષ તેના જીવ માટે જોખમી બની જશે. માતાએ બ્લોગ થકી પોતાનો અનુભવ શેર કર્યો છે, જેથી અન્ય માતૃત્વ ધારણ કરેલી મહિલાઓ સાવધ રહી શકે.

દ્રાક્ષના કારણે માંડ-માંડ બચ્ચો જીવ


ઓસ્ટ્રેલિયાની એંજેલા હેંડરસને પોતાના બ્લોગમાં લખ્યું છે કે કેવી રીતે દ્રાક્ષ તેના બાળક માટે મોતનું કારણ બનવાની હતી. એંજેલાએ ફિનલી એંડ મી નામથી એક પોસ્ટ લખી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે તેનો 5 વર્ષનો બાળક દ્રાક્ષ ખાતી વખતે તેને ચાવ્યા વગર ગળી ગયો. મહિલાએ જણાવ્યું કે બાળકને દ્રાક્ષ પસંદ પડી, જેના કારણે તે ઉતાવળે ખાવા લાગ્યું, પરંતુ ઉતાવળથી ખાવાથી દ્રાક્ષને ગળી ગયું. જે તેની ફૂડ પાઇપમાં અટકી ગઇ. માતાએ અનુભવ્યું કે તેનું બાળક મુંઝવણ અનુભવી રહ્યું છે. તેને શ્વાસ લેવામાં તકલિફ થઇ રહી છે. આ સ્થિતિમાં વિચલિત થયા વગર માતા તુરંત તેને દવાખાને લઇ ગઇ. જ્યાં એક્સરે થકી ડોક્ટર્સે જોયું કે બાળકની ફૂડ પાઇપમાં કંઇક ગોળ વસ્તુ ફસાયેલી છે. ડોક્ટર્સે તુરંત ગળામાં ફંસાયેલી દ્રાક્ષને કાઢવા માટે ઓપરેશનની તૈયારી કરી અને બાળકનો જીવ બચાવી લીધો. એંજેલાએ પોતાની પોસ્ટ થકી અન્ય માતાઓને સચેત કરી છે કે બાળકોને કંઇપણ ખાવાનું આપતા પહેલા સાવધાની રાખે.

વીંડ પાઇપમાં ખાવાનું ફસાવાતી મોતના આંકડાં


એવા લોકો ઘણા મલી જશે જે આ પ્રકારની ઘટનાઓને સંયોગ બતાવે છે, પરંતુ તમને જણાવી દઇએ કે વીંડ પાઇપમાં ખાવાની વસ્તુ ફસાઇ જવાથી મોતના આંકડા ઓછાં નથી. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ગળામાં વીંડ પાઇપમાં દર વર્ષે 9 વર્ષની ઉમરના અંદાજે 2500 બાળકોને ભરતી કરવામાં આવે છે, જેમાંથી 30નું મૃત્યું થાય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો વીંડ પાઇપમાં ખાવાનું ફસાવાના લક્ષણ અને કેવી રીતે બચવું

X Ray Reveals Greps Chokes Australian Boys Wind Pipe

શું છે લક્ષણ

અનેક વાર બાળકો, સિક્કા અથવા પેનનું ઢાકણ, ખાવાના મોટા ટૂકડા ગળી જાય છે. આ વસ્તુઓ અન્ન નળીમાં ફસાઇ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જેના કારણે ગળામાં દુખાવો, મોઢામાંથી સતત લાળ નીકળે, શ્વાસ લેવામાં મુશ્કેલી, આવજ થોથવાય, સતત ખાંસી આવવી, ગભરાટ જેવી સ્થિતિ ઉભી થાય છે. 
 

શું કરવું

જો બાળકના ગળામાં કંઇક અટકી ગયું છે તો મોડું કર્યા વગર તેને તુંરત હોસ્પિટલ લઇ જઇને ડોક્ટરનો સંપર્ક કરો. જ્યાં ડોક્ટર એક્સરે થકી અન્ન નળીમાં ફસાયેલી વસ્તુ અંગે જાણી બ્રોકોસ્કોપી થકી ફસાયેલી વસ્તુને બહાર કાઢીને બાળકને બચાવી લે છે. અનેક સ્થિતિમાં ઇસોફેગોસ્કોપીની મદદતી બાળકના ગળામાં ફસાયેલી વસ્તુને કાઢવામાં આવે છે. 

X
X Ray Reveals Greps Chokes Australian Boys Wind Pipe
X Ray Reveals Greps Chokes Australian Boys Wind Pipe
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App