Divya Bhaskar

Home » Lifestyle » Health » 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having

20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 01:34 PM

કેટલાંક ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે, તો જાણો કઈ ઉંમરમાં કેવી તપાસ કરાવી જરૂરી છે?

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 7 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો હોય છે.


    હાર્ટ ડિસીઝ, હાઈ બીપી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પહેલાં મોટી ઉંમરે થતી હતી પણ આજકાલની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને અનહેલ્ધી ડાયટને કારણે હવે નાની ઉંમરમાં જ કેટલાક લોકોને સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ થવાનો ખતરો વધી જાય છે.


    આ સિવાય વધતી ઉંમરની સાથે-સાથે ઘણાં પ્રકારના પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. જો યોગ્ય સમયે ખબર પડી જાય તો ઘણાં પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. આ બીમારીઓ બાબતે જાણવા માટે સમય-સમયે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. મોટા ભાગે આપણે બીમાર પડીએ પછી જ ડોકટર દ્વારા જે ટેસ્ટ સજેસ્ટ કરવામાં આવે તે કરાવીએ છીએ. જોકે આમ ન કરતા આપણે આપણા સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહીને અહીં જણાવ્યા મુજબના ઉંમર પ્રમાણેના કેટલાક ટેસ્ટ કરાવતા રહીએ તો આપણને નિરોગી રહેવામાં મદદ મળે છે.


    આ તપાસ દ્વારા શરૂઆત કરો


    -નિયમિત તપાસ

    -ઊંચાઈ અને વજનની તપાસ

    -નજર, કાન, દાંતની તપાસ

    -એચઆઈવી, ડીએનએ માટે લોહીની તપાસ


    આગળ વાંચો કોણે કંઈ ઉંમરમાં કયા પ્રકારના ટેસ્ટ રેગ્યુલર કરાવવા જ જોઈએ, જેથી તેઓ રોગોથી બચીને રહી શકે.

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારી ઉંમર 20 વર્ષની હોય તો આ ટેસ્ટ કરાવો


    -દર વર્ષે બ્લડ પ્રેશર, ઊંચાઈ અને વજનની તપાસ કરાવો

    -વર્ષમાં એક વખત આંખો અને દાંતની તપાસ કરાવો

    -દર વર્ષે એસડીટી અને એચઆઈવીનું સ્ક્રીનિંગ કરાવો

    -5 વર્ષમાં કોલેસ્ટ્રોલની તપાસ કરાવો

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારી ઉંમર 30 વર્ષની હોય તો આ ટેસ્ટ કરાવો


    આગળ જણાવેલ તપાસ સિવાયની આ તપાસ


    -ડાયાબિટીસ, થાઇરોઇડ, એનિમિયા અને લિવરની મુશ્કેલી માટે લોહીની તપાસ કરાવો

    -વર્ષમાં એક વખત કોરોનરી હાર્ટ ડિસીસ માટે તપાસ કરાવો

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારી ઉંમર 40 વર્ષની હોય તો આ ટેસ્ટ કરાવો


    આગળ જણાવેલ તપાસ સિવાયની આ તપાસ


    -દર પાંચ વર્ષમાં એક વખત કાર્ડિયોવસ્ક્યુલર ઇવેલ્યૂએશન કરાવો

    -વર્ષમાં એક વખત પ્રોસ્ટેટ કેન્સરની તપાસ કરાવો

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારી ઉંમર 50 વર્ષની હોય તો આ ટેસ્ટ કરાવો


    આગળ જણાવેલ તપાસ સિવાયની આ તપાસ


    -દર વર્ષે એક વખત ટાઇપ ટુ ડાયાબિટીઝની તપાસ કરાવો

    -દર વર્ષે આંખ-કાનની તપાસ કરાવો

    -દર વર્ષે ડિપ્રેશન માટે તપાસ કરાવો

    -વર્ષમાં એક વખત લિપિડ ડિસોર્ડરની તપાસ કરાવો

  • 20થી 60ની ઉંમરમાં ફરજિયાત કરાવો આ તપાસ, તો બચી જશો ખતરનાક રોગોથી|World Health Day 2018: Health checks by age: the tests you should be having

    તમારી ઉંમર 60 વર્ષની હોય તો આ ટેસ્ટ કરાવો

     

    આગળ જણાવેલ તપાસ સિવાયની આ તપાસ


    - ઓસ્ટિયોપોરોસિસ માટે વાર્ષિક સ્ક્રીનિંગ.

    -ડિમેન્શિયા અને અલ્ઝાઇમર માટે વાર્ષિક તપાસ.


    દરેક ઉંમરના વર્ગમાં થતી ઉપર આપેલી તપાસ કોઈ પણ તપાસમાં ખર્ચ આશરે પાંચ હજાર રૂપિયા જ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending