Home » Lifestyle » Health » Wonder Health Benefits Of Eating Peanuts

રોજ થોડી મગફળી ખાવાથી 8 પ્રકારના પ્રોબ્લેમમાં મળશે ફાયદા

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 05:45 PM

મગફળીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે, જેથી તે રોગો સામે રક્ષણ કરે છે

 • Wonder Health Benefits Of Eating Peanuts

  હેલ્થ ડેસ્કઃ રોજ થોડી મગફળી ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી શકે છે. તેમાં સારી માત્રામાં કોપર, મેંગનીઝ, નિયાસિન, ફોલેટ, વિટામિન ઈ, ફોસ્ફરસ, વિટામિન બી1 અને પ્રોટીન પણ હોય છે. તમે પીનટ બટર પણ ખાઈ શકો છો.


  હાર્ટને હેલ્ધી રાખે છે


  મગફળી ખાવાથી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી હાર્ટ હેલ્ધી રહે છે.


  ડાયાબિટીસ


  મગફળીમાં મેંગનીઝ હોય છે. જે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે અને તેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.


  મજબૂત મસલ્સ


  મગફળીમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જેથી તેને ખાવાથી મસલ્સ મજબૂત બને છે.


  સ્કિન પ્રોબ્લેમ


  મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે. જેનાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે.

  બાળકો માટે ફાયદાકારક


  મગફળી ડાયટરી પ્રોટીનનો સારો સોર્સ છે. જે બાળકોના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં મદદ કરે છે.


  બ્રેન પાવર


  મગફળીમાં વિટામિન બી3 હોય છે. જે બ્રેન ફંક્શનને ઈમ્પ્રૂવ કરે છે અને મેમરી તેજ કરવામાં પણ મદદ કરે છે.


  ડિપ્રેશન


  મગફળીમાં ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ હોય છે. જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે.


  કેન્સર


  મગફળીમાં phytosterols હોય છે. જે ટ્યૂમર ગ્રોથને રોકે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ