Home » Lifestyle » Health » Womens day 2018: 8 best foods to eat anytime for women

દરેક સ્ત્રીએ રોજ આ 8માંથી 1 વસ્તુ ખાવી, સ્વાસ્થ્યની કોઈ તકલીફ નહીં થાય

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 04:46 PM

સ્ત્રીઓ માટે વરદાન સમાન 8 ફિટનેસ સુપરફૂડ, કોઈપણ સમયે ખાઈ શકાય

 • Womens day 2018: 8 best foods to eat anytime for women
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્ત્રીઓ જાણો તેમના માટે 8 સુપરફૂડ વિશે

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 8 માર્ચનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે સ્ત્રીઓ માટે કેટલાક ખાસ હેલ્ધી ફૂડ વિશે જણાવીશું. આજકાલની ફાસ્ટ લાઈફમાં ગૃહણી હોય કે ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપતી નથી. એમાંય ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓ સવારે મોડું થવાની લ્હાયમાં નાસ્તો પણ કરતી નથી. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.


  સ્ત્રીઓને માનસિક હોય કે શારિરીક એકસાથે ઘણાં બધાં કાર્યો કરવા પડે છે. પણ બધું કરવામાં કેટલીક સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે બેદરકાર રહે છે. જેની બહુ ખરાબ અસર લાંબા ગાળે ભોગવવી પડે છે. સ્ત્રીઓ પાસે પોતાની જાત માટે સમય હોતો નથી. જેના કારણે ખાવાનો સમય પણ સચવાતો નથી. જેથી આજે અમે એવા 8 ફિટનેસ ફુડ વિશે બતાવીશું જે સ્ત્રીઓ ક્યાંય પણ અને કોઈપણ સમયે ખાઈ શકશે. આ ફુડ્સ બહુ હેલ્ધી હોવાની સાથે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.


  સુપર સ્મૂધી


  સુપર સેવન સ્મૂધી સ્ત્રીઓ માટે એક સુપર ફુડ સમાન જ છે. જે સ્ત્રીઓ સવારે નાસ્તો નથી કરતી તેમના માટે આ સ્મૂધી બહુ જ હેલ્ધી છે. આ સ્મૂધી સાત ખૂબ જ હેલ્ધી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. જેથી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓને મિક્ષ કરવામાં આવે છે. જેથી સ્ત્રીઓએ ચોક્કસ આ ફૂડનું સેવન કરવું જોઈએ. તેના માટે 2 કપ દૂધ, 7 બદામ, 2 ચમચી મધ, 1 કેળું, 1 નારંગી, 2 રાસબરી, 5 સ્ટ્રોબેરી અને 1 કપ બાફેલું પાલક મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. આ સ્મૂધી સ્ત્રીઓ કોઈપણ સમયે ભૂખ લાગે ત્યારે લઈ શકે છે અને તે સરળતાથી બની પણ જાય છે.


  આગળ વાંચો સ્ત્રીઓ માટે ખાસ 8 ફિટનેસ સુપરફૂડ વિશે.

 • Womens day 2018: 8 best foods to eat anytime for women
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નટ્સ


  નટ્સ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી હોય છે અને બધી સિઝનમાં ખાઈ શકાય છે. ડાયટીશિયન્સ મુજબ નટ્સમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. નટ્સમાં કેલરીની માત્રા ઓછી હોવાથી તે હૃદય માટે પણ લાભકારી હોય છે. સાથે જ નટ્સમાં વિટામિન, મિનરલ અને સારું ફેટ પણ હોય છે. જેને ખાવાથી શરીરને તરત જ એનર્જી પ્રાપ્ત થાય છે. સૂકા મેવામાંથી મળતું ફેટ શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને ઓછું કરવામાં કારગર હોય છે. જેથી જે સ્ત્રીઓ સવારે નાસ્તો નથી કરી શકતી કે સમયસર ખાઈ પી નથી શકતી તેઓ કોઈપણ સમયે નટ્સ ખાઈ શકે છે. તેનાથી તેમનું પેટ પણ ભરેલું રહેશે. 

   

  એગ 


  આ એક હેલ્ધી ફિટનેસ ફૂડ છે. જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સ્ત્રીઓએ રોગોથી બચવા માટે રોજ એક ઈંડુ ખાવું જોઈએ. જે સ્ત્રી વજન ઉતારવા માગતી હોય તેણે ઈંડાનો પીળો ભાગ કાઢીને ઈંડા ખાવા જોઈએ. ઈંડામાંથી ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે. જે સ્ત્રીઓના હાડકાંને હેલ્ધી રાખે છે અને એનર્જી આપે છે. જેથી સ્ત્રીઓ માટે ઈંડા એ બેસ્ટ હેલ્ધી ફિટનેસ ફૂડ કહી શકાય. 


  પાલક

   
  પાલકમાં વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ તત્વો શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આમ પણ પાલકનું સેવન બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. જેથી પ્રત્યેક સ્ત્રી જો પાલક કે તેના સૂપનું સેવન કરે તો તેમને ભરપૂર એનર્જી મળી રહેશે અને સ્વાસ્થ્ય જળવાશે.

 • Womens day 2018: 8 best foods to eat anytime for women
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  દળિયા


  ફિટનેસની વાત આવે ત્યારે દળિયા બહુ જ ગુણકારી માનવામાં આવે છે. દળિયા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે. નાના હોય કે વૃદ્ધો કોઈપણ દળિયા ખાઈ શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે અને કેલરીની માત્રા પણ નહિવત્ હોય છે. સાથ જ તે ઝડપથી બની પણ જાય છે. અનાજમાંથી બનાવેલા દળિયા સ્ત્રીઓના શરીરને તાકાત પણ આપે છે અને હૃદય સંબંધી બીમારીઓને પણ દૂર રાખે છે. એક સર્વે મુજબ જે સ્ત્રીઓ દરરોજ ઓટ્સનું સેવન કરે તેમને ડાયાબિટીસ 2 થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. 


  ઓટમીલ


  ઓટ્સને દૂધની જગ્યાએ પાણીમાં બનાવવા અને ઓખા દિવસ એનર્જીથી ભરપૂર રહેવા અને પેટ ભરેલું રાખવા તેમાં નટ્સ પણ મિક્ષ કરો. આ સિવાય તમે તેમાં વિવિધ ફળ પણ નાખી શકો છો. સ્ત્રીઓ માટે આ એક પૌષ્ટિક ખોરાક છે. એપ્પલ વોલનટ કોમ્બિનેશવાળું ઓટમીલ ટ્રાય કરો. સ્વાદ અને હેલ્ધી બનાવવા તમે તેમાં તજ અને મધ પણ નાખી શકો છો.

 • Womens day 2018: 8 best foods to eat anytime for women

  સફરજન
   

  એવું કહેવાય છે કે જે રોજ એક સફરજન ખાઈ લે તેને ડોક્ટર પાસે જવું પડતું નથી. પણ સ્ત્રીઓ માટે સફરજનનું સેવન બહુ ફાયદાકારક હોય છે. સફરજનમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન સહિત અનેક પોષક તત્વો હોય છે.  સાથે જ તેમાંથી ફાઈબર પણ મળી રહે છે. જે શરીરને ઊર્જાવાન અને સ્વસ્થ રાખે છે તો સ્ત્રીઓ રોજ સફરજન ખાઈ શકે છે.

   

  સ્પ્રાઉટ્સ મસાલા


  સ્પ્રાઉટ્સ એક હેલ્ધી અને ગુણકારી ફુડ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જે સ્ત્રીઓના શરીરને પૂરતું પોષણ અને એનર્જી પ્રદાન કરે છે. જે સ્ત્રીઓને નબળાઈ રહેતી હોય કે જેઓ પાસે સમય નથી હોતો તેમણે પોતાના ડાયટમાં અચૂક સ્પ્રાઉટ્સને સામેલ કરવા જોઈએ. સ્ત્રીઓ કોઈપણ સમયે સ્પ્રાઉટ્સ ખાઈ શકે છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે સ્પ્રાઉટ્સમાં ડુંગળી, લીલા મરચાં, ટામેટું, લીંબૂનો રસ સિંધાલૂણ મીઠું વગેરે નાખીને બનાવવું જોઈએ. જેથી તે વધુ ટેસ્ટી અને અન્ય શાકભાજી ઉમેરાવાને કારણે વધારે હેલ્ધી પણ બનશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ