Home » Lifestyle » Health » Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women

મહિલાઓ માટે ખતરનાક હોય છે આ 12 ડિસીઝ, શું તમે જાણો છો તેના વિશે?

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 06:36 PM

સ્ત્રીઓ સાથે જોડાયેલી આ 12 સમસ્યાઓ અંગે, દરેક સ્ત્રીએ જાણવું છે જરૂરી

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  દરેક મહિલાઓએ આવી હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે જાણકારી રાખવી જોઈએ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 8 માર્ચનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ ખાસ દિવસ નિમિત્તે સ્ત્રીઓને લગતી કેટલીક સમસ્યાઓ વિશે જણાવીશું.

  મહિલાઓમાં બીમારીઓ નોતરે છે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ


  આજકાલની ફાસ્ટ અને ભાગદોડવાળી લાઈફમાં સૌથી વધારે કોઈ હેરાન થાય છે તો તે સ્ત્રીઓ છે. એમાંય જે સ્ત્રી નોકરીયાત હોય તો તેને ઓફિસની સાથે ઘર પર સંભાળવું પડે છે અને આ જવાબદારીઓનો ભાર સ્ત્રીઓને અનેક સમસ્યાઓ પણ આપે છે. ફાસ્ટ લાઈફમાં પોતાના પર ધ્યાન આપવું સ્ત્રીઓ માટે મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે તેમને અનેક બીમારીઓ ઝડપથી ઘેરી લે છે. આજે અહીં 12 એવી સમસ્યાઓ અંગે જણાવી રહ્યા છીએ, જે બેદરકારી, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને વધતી ઉંમરની સાથે સ્ત્રીઓને થાય છે.


  યુટીઆઇ (Urinary tract infection)

  વધારે નાનું યૂરેથ્રસ (મૂત્રમાર્ગ) હોવાના કારણે સ્ત્રીઓમાં બ્લેડર કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પુરૂષોથી વધારે સ્ત્રીઓમાં હોય છે. યુટીઆઇ કિડનીથી આરંભ થઇને ટ્યૂબ્સથી મૂવ કરીને યૂરિનરી ટ્રેક્ટ સુધી પહોંચે છે અને મૂત્રમાર્ગમાં જઇને તેને પ્રભાવિત કરે છે. આ જોખમ માસિક ધર્મ બંધ થયા બાદ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થવાના સૌથી મુખ્ય લક્ષણ યૂરિન કરવા દરમિયાન થતું દર્દ અને બળતરાં છે. આ સાથે વેજાઇનામાં દર્દ અથવા બળતરા થવી, ઇન્ટરકોર્સ દરમિયાન દર્દ, વારંવાર પેશાબ કરવા જવું, યૂરિનમાં દુર્ગંધ આવવી, પેટના નીચેના ભાગમાં દર્દ થવું, યૂરિનનો રંગ પીળો પડવો, લોહી વહેવું, કમરના નીચેના ભાગમાં દર્દ થવું વગેરે હોય છે.


  આગળની વાંચો સ્ત્રીઓ સાથે જોડાયેલી અન્ય 11 સમસ્યાઓ અંગે જે દરેક સ્ત્રીએ જાણવી જરૂરી.

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  મેટાબોલિક સિન્ડ્રોમ 


  મેટાબોલિક સિન્ડ્રોમમાં મેટાબોલિઝ્મની ક્રિયા ખોરવાય છે. જેમાં ઈન્સ્યૂલિન રેઝિસ્ટ્ન્સ ઘટવાને કારણે હાર્ટ ડિસીઝ, હાઈ બ્લડપ્રેશર, ઓબેસિટી અને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. અનહેલ્ધી ડાયટ, એક્સરસાઇઝ ન કરવી, જિનેટિક ફેક્ટરને કારણે આ સિન્ડ્રોમ થવાનો ખતરો સ્ત્રીઓમાં વધી જાય છે. આ સિવાય સ્ત્રીઓએ ગર્ભવસ્થા, પોલીસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ (PCOS), ગર્ભનિરોધકનો ઉપયોગ અને મોનોપોઝ જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવાને કારણે પણ મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો વધી જાય છે. જે સ્ત્રીઓને જેસ્ટેશનલ ડાયાબિટીસ (ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ) અને વધુ વજનવાળા બાળકને જન્મ આપે છે તેમને આગળ જતાં ડાયાબિટીસ ટાઈપ-2 થવાનો ખતરો પણ વધી જાય છે. 


  ફાઇબ્રાઇડ્સ 


  અત્યારના સમયમાં શહેરોમાં રહેતી દર ત્રીજી અથવા ચોથી મહિલાને ફાઇબ્રાઇડ્સ છે. આ બીમારીમાં માસિક ધર્મમાં વધારે લોહી વહેવું, કમરમાં દર્દ રહેવું અને પ્રેગ્નન્સીમાં પરેશાની રહે છે. તેમાં યૂટરસમાં ફાઇબ્રસ વધવા લાગે છે. આ ફાઇબ્રસ મોનોપોઝ બાદ શરીરમાં હોર્મોન્સની ઉણપને કારણે સંકોચાઇ જાય છે. આ ફાઇબ્રસનું વજન વધીને એક કિલોગ્રામ સુધી હોઇ શકે છે, જેના કારણે ઇન્ટરકોર્સ દરમિયાન દર્દ અને વારંવાર યુરિનેશન (પેશાબ)ની મુશ્કેલીઓ અને અમુક કિસ્સાઓમાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા થાય છે. 

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  મેદસ્વિતા 


  મેદસ્વિતાને કારણે ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનો ખતરો વધે છે. જેના કારણે નાની ઉંમરમાં મોત પણ થઈ શકે છે. સ્ત્રીઓમાં મેદસ્વિતાના કારણે માસિક ધર્મ યોગ્ય રીતે ન થવું, ઇન્ફર્ટિલિટી અને મિસકેરેજ પણ થઈ શકે છે. જે સ્ત્રીઓ જરૂરિયાત કરતા વધારે ફેટ ધરાવે છે, તેઓને પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેઓને ઇન્ફેક્શન, હાઇપરટેન્શન અને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.


  ડિપ્રેશન 


  ડિપ્રેશન પુરૂષોથી વધારે સ્ત્રીઓમાં હોય છે. આ કન્ડિશનમાં સ્ત્રીઓને બધું જ નેગેટિવ લાગે છે, તે ખુશ નથી રહી શકતી. જેના કારણે માનસિક ક્ષતિ, દુખ, રિલેશનમાં પરેશાનીઓ, જિનેટિક ગરબડ, આલ્કોહોલની આદત, મેદસ્વિતા વગેરે થઇ શકે છે. તો લગ્ન બાદ સ્ત્રીઓમાં તેના કેટલાક અલગ કારણો પણ જોડાઇ જાય છે. જેમ કે, પ્રેગ્નન્સી બાદ હોર્મોનલ ચેન્જ, માસિક ધર્મ બંધ થઇ જવું વગેરે. લગભગ 80 ટકા સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (બાળકના જન્મ બાદ આવતું ડિપ્રેશન) થાય છે. તેમાં કેટલીક સ્ત્રીઓ ઠીક થઇ જાય છે, તો કેટલીક સ્ત્રીઓને રિકવર થવામાં વધારે સમય લાગે છે. આ ડિપ્રેશન દરમિયાન સ્યુસાઇડના વિચારો, વારંવાર રડવું, ઉંઘ ખરાબ થવી, વજનમાં ઘટાડો, ગિલ્ટ ફિલિંગ અને આસપાસની ચીજોમાં મન ના લાગવું વગેરે જેવા લક્ષણ જોવા મળે છે.

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  હાર્ટ ડિસીઝ


  ખરાબ લાઈફસ્ટાઈલને કારણે હવે સ્ત્રીઓમાં પણ હાર્ટ ડિસીઝનો ખતરો વધી રહ્યો છે. મોટાભાગની સ્ત્રીઓનું મોત હાર્ટ ડિસીઝ, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરને કારણે થાય છે. પહેલાં મોનોપોઝ બાદ સ્ત્રીઓમાં હાર્ટ ડિસીઝનો ખતરો રહેતો પણ હવે નાની ઉંમરની સ્ત્રીઓમાં પણ હાર્ટ ડિસીઝની સંભાવના વધી છે. હાર્ટ ડિસીઝ સ્ત્રીઓમાં વધવા પાછળના કારણોમાં હેક્ટિક શેડ્યૂલ, સ્મોકિંગ, આલ્કોહોલ, ઓરલ ગર્ભનિરોધક, સમયસર ન જમવું, જંક ફૂડ ખાવું, એક્સરસાઈઝ ન કરવ વગેરે સામેલ છે.


  બ્રેસ્ટ કેન્સર 


  આ બીમારી સ્ત્રીઓમાં સૌથી સામાન્ય અને ખતરનાક છે. શહેર સ્ત્રીઓમાં ગ્રામીણ સ્ત્રીઓના કરતાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ બેગણું વધારે હોય છે. બ્રેસ્ટ કેન્સરના મુખ્ય કારણ ખરાબ ખાન-પાન, તમાકુ, આલ્કોહોલ, ફિટનેસ પર ધ્યાન ન આપવું, એકથી વધારે રિલેશન, પ્રિમેચ્યોર સેક્સ અને મોડા લગ્ન કરવા છે.

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  સર્વાઇકલ કેન્સર


  બ્રેસ્ટ કેન્સરથી નહીં પણ અત્યારે સર્વાઇકલ કેન્સરને કારણે સ્ત્રીઓ મોતનો ભોગ બની રહી છે. ભારતમાં દર વર્ષે 33,000 સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે. સેક્સ દરમિયાન હ્યૂમવ પેપિલોમાં વાયરસ ટ્રાન્સમિટ થવાને કારણે આ રોગ થાય છે. હાઈજિનનો અભાવ, લો ન્યૂટ્રિશન લેવલ, વધુ બાળકો હોવા, બાળકોના જન્મ વચ્ચે ઓછો સમય ફાળવવો, નાની વયે લગ્નને કારણે આ રોગ થઈ શકે છે. એમાંય ટીનેજમાં પ્રિમેચ્યોર સેક્સ, મલ્ટિપલ પ્રેગ્નેન્સી, મલ્ટિપલ સેક્સ પાર્ટનર, ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરવાને કારણે આનો ખતરો સૌથી વધારે રહે છે.


  ઓસ્ટિયોપોરોસિસ


  સ્ત્રીઓને વધતી ઉંમરની સાથે ન્યૂટ્રિશનની જરૂર હોય છે, જેમ કે, આર્યન, ફોલિક એસિડ અને કેલ્શિયમ. સ્ત્રીઓમાં હાડકાંઓ સંબંધી પરેશાનીઓ જેમ કે, લો કેલ્શિયમ, હાડકાંઓ નબળા હોવાના કારણે ફ્રેક્ચર, વિટામિન ડીની ઉણપને કારણે થાય છે. વધારે એક્સરસાઇઝથી પણ સ્ત્રીઓના હાડકાં નબળા થઇ શકે છે. વધુ વજન ઘટાડવાને કારણે પણ સ્ત્રીઓમાં ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો વધી જાય છે. આનાથી બચવા માટે સિગારેટ અને આલ્કોહોલથી બચવું જોઇએ. સાથે સાથે વજન સંતુલિત રાખવું જોઇએ અને કેલ્શિયમ સહિત વિટામિન ડીવાળા ખોરાક ડાયટમાં સામેલ કરવા.

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  એનિમિયા

   

  શું દિવસ શરૂ થતાં જ તમે થાકનો અનુભવ કરો છો, તમારી સ્કિનનો રંગ ફિક્કો પડી રહ્યો છે, શું તમારાં નખ ઝડપથી તૂટી જાય છે. જો હાં, તો તમને એનિમિયા હોઇ શકે છે. ફેમિલી, કરિયર અને બાકીની જવાબદારીઓને સંભાળતા-સંભાળતા સ્ત્રીઓને થાક લાગવો સામાન્ય બાબત છે, પરંતુ કોઇ પણ કારણ વગર થાક લાગવો એનિમિયાના લક્ષણ છે. તેમાં રેડ બ્લડ સેલ્સની લોહીમાં ઉણપ થઇ જાય છે. લોહીમાં રેડ બ્લડ સેલ્સની ઉણપથી હીમોગ્લોબિનમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. તેમાં થાક લાગવો, ચિડિયાપાણું, જીભમાં લાલા રંગના ડાઘ, હોઠની કિનારીઓ ફાટી જવી, માસિક ધર્મમાં લોહી વહેવું, વિટામિન બી2, બી6, બી12 અને ફોલિક એસિડની ઉણપ વર્તાય છે. 

 • Womens Day 2018: 12 Common Disease And Symptoms In Women

  વેજિનાઇટિસ 


  વેજાઇના (યોનિ)માં ખંજવાળ, રેડનેસ, અસામાન્ય વેજિનલ ડિસ્ચાર્જ, વેજાઇનામાં સ્મેલ, યુરિનેશન દરમિયાન બળતરા અને સેક્સ દરમિયાન દર્દ વગેરે વેજિનાઇટિસના લક્ષણ હોઇ શકે છે. ઘણીવાર આ લક્ષણો સિવાય સ્ત્રીઓનું વધારે બીમાર રહેવું, ટાઇટ કપડાં પહેરવા, યોનિમાંથી ક્રિમ જેવો પદાર્થ નિકળવો, મળ દૂષિત થવું વગેરેથી પણ વેજિનાઇટિસ થઇ શકે છે.


  માસિક ધર્મ 

   

  તમામ સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન કેટલીક પરેશાનીઓ થવી તે સામાન્ય વાત છે, કારણ કે તેમાં દર મહિને ગર્ભાશય સેલ્સમાં ફેરફાર થાય છે અને માસિક ધર્મ દરમિયાન તેમાં સોજા આવી જાય છે. આનાથી સેલ્સ વધી જાય છે અને તે દર્દનું કારણ બને છે. ઘણીવાર પિરિયડ્સમાં અનિયમિત લોહી વહેવું અને આખું શરીર અને પેલ્વિકમાં દર્દ પણ થાય છે. તેનાથી કેટલીક સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલિટીની પણ ફરિયાદ રહે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ