જૂનો તકિયો કરે છે હેલ્થને નુકસાન, થાય છે ગંભીર તકલીફો

તમે તકિયાને પ્રોપર રીતે રાખતા નથી તો આ બીમારી તમારા શરીરમાં ઘર કરી જાય છે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:06 AM
health problems can effect to you because of old pillow

યુટિલિટી ડેસ્કઃ ઘણા લોકોની આદત હોય છે તેમનો ખાસ તકિયો. પણ શું તમે એ જાણો છો કો તમે જે તકિયાને એટલા પ્રેમથી સાચવીને તમારા પૂરતો સીમિત રાખો છે તે તમને ક્યારેક કેટલીક મુશ્કેલીઓ સુધી પહોંચાડી દે છે. જો તમે તમારા તકિયાની પ્રોપર કેર કરતા નથી તો તે તમને કમર દર્દ, ગળાનું દર્દ, ઇન્ફેક્શનના શિકાર બનાવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે યોગ્ય તકિયો કેવો હોવો જોઇએ અને તેનાથી કઇ તકલીફો થઇ શકે છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો


શક્ય છે કે તમને તમારો તકિયો પ્રિય હોય પણ તે તમારા માટે થોડા સમય બાદ બેક્ટેરિયાનું ઘર બને છે. તેમાં ધૂળ અને બેક્ટેરિયા લાગે છે. ઘરમાં પાલતૂ પેટ હશે તો તેના બેક્ટેરિયા પણ તેમાં લાગે છે. તે શ્વાસની મદદથી શરીરમાં પ્રવેશે છે અને શ્વાસની તકલીફનું કારણ બને છે. તેનાથી તમને એલર્જીની સમસ્યા પણ થઇ શકે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો તકિયો કઇ રીતે બને છે તમારા દર્દનું કારણ..

જૂનો તકિયો વધારે સમય સુધી વાપરવાથી ગળા અને પીઠમાં દર્દ થાય તે શક્ય છે.
જૂનો તકિયો વધારે સમય સુધી વાપરવાથી ગળા અને પીઠમાં દર્દ થાય તે શક્ય છે.

દર્દનું કારણ
જૂનો તકિયો વધારે સમય સુધી વાપરવાથી ગળા અને પીઠમાં દર્દ થાય તે શક્ય છે. સૂતા સમયે થોડા સપોર્ટની જરૂર છે તો તકિયાનો પ્રોપર સપોર્ટ મળે તે જરૂરી છે. જો કમર પર વધારે પ્રભાવ પડે છે તો તમે ગળા કે કમરદર્દ અનુભવો છો.

 

તકિયાને પણ તપાસી લો
તકિયો 1 વર્ષથી વધારે જૂનો થઇ ગયો છે તો તેને વાપરવો નહીં. તેની પર સૂતી સમયે તમને તકલીફ જણાય તો તમે તેને બદલી લો તે યોગ્ય છે. રાતે કરવટ બદલવા છતાં ઊંઘ ન આવે તો તમે તેને ચેન્જ કરો તે યોગ્ય છે. નહીં તો સવારમાં ઊઠતાં જ પીઠ, ઘૂંટણ અકડાઇ જાય છે અને તેમાં દર્દ પણ થાય છે. 

તકિયાને વોશિંગ મશીનમાં ધોઇ શકો છો અને 2 વર્ષમાં બદલી લો તે યોગ્ય છે.
તકિયાને વોશિંગ મશીનમાં ધોઇ શકો છો અને 2 વર્ષમાં બદલી લો તે યોગ્ય છે.

જાણો કેવો હોવો જોઇએ યોગ્ય તકિયો...

 

- પોલિએસ્ટર સૌથી જાણીતું અને સસ્તુ ગણાય છે. તેને તમે વોશિંગ મશીનમાં ધોઇ શકો છો અને 2 વર્ષમાં બદલી લો તે યોગ્ય છે.
- લેટેક્સ તકિયા આરામદાયક હોય છે. તેને તમે 10-15 વર્ષ વાપરી શકો છો.
- મેમરી ફોર્મ તકિયા પણ આરામ આપે છે. તેની પર સૂવાથી માથું અને ગરદનનો શેપ જાતે જ બની જાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ તેનો ઉપયોગ કરવો.
- પાણી વાળા તકિયા પાણીના પાઉચ જેવા હોય છે. તે નરમ હોય છે અને હાઇપો એલર્જિક પણ હોય છે. તે આરામદાયક હોતા નથી. 

તકિયાનું કવર એવું હોય જેમાં ધૂળ માટી ઝડપથી ન જાય.
તકિયાનું કવર એવું હોય જેમાં ધૂળ માટી ઝડપથી ન જાય.

રાખી લો આ વાતોનું ધ્યાન

 

- જો તમારા વાળ ભીના છે તો તમારે તકિયા પર સૂવું ન જોઇએ. તેનાથી બેક્ટેરિયા જલદી અને વધારે જન્મે છે.
- તકિયાની સાથે સાથે તેના કવરનું પણ ધ્યાન રાખો. કવર એવું હોય જેમાં ધૂળ માટી ઝડપથી ન જાય. શક્ય હોય તો બેડરૂમમાં ડી હ્યૂમિડફાયર લાવીને રાખો.
- આ ઉપાયોને ધ્યાનમાં રાખશો તો ઊંઘમાં ખલેલ નહીં પડે અને તમે ફ્રેશ રહી શકશો. 

X
health problems can effect to you because of old pillow
જૂનો તકિયો વધારે સમય સુધી વાપરવાથી ગળા અને પીઠમાં દર્દ થાય તે શક્ય છે.જૂનો તકિયો વધારે સમય સુધી વાપરવાથી ગળા અને પીઠમાં દર્દ થાય તે શક્ય છે.
તકિયાને વોશિંગ મશીનમાં ધોઇ શકો છો અને 2 વર્ષમાં બદલી લો તે યોગ્ય છે.તકિયાને વોશિંગ મશીનમાં ધોઇ શકો છો અને 2 વર્ષમાં બદલી લો તે યોગ્ય છે.
તકિયાનું કવર એવું હોય જેમાં ધૂળ માટી ઝડપથી ન જાય.તકિયાનું કવર એવું હોય જેમાં ધૂળ માટી ઝડપથી ન જાય.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App