ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» શરીર માટે નુકસાનકારક છે હાઇ પ્રોટીન ડાયટ । High Protein Is Harmful For Us As It Does Not Digest Easily

  શરીર માટે નુકસાનકારક છે હાઇ પ્રોટીન ડાયટ, જીવલેણ રોગોનું બને છે કારણ

  Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 05:57 PM IST

  તમે પણ હાઇ પ્રોટીન ડાયટ લઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે તેને પચાવવું ખૂબ જરૂરી છે નહીં તો આ અનેક રોગોનું કારણ બની શકે છે.
  • શરીર માટે નુકસાનકારક છે હાઇ પ્રોટીન ડાયટ, જીવલેણ રોગોનું બને છે કારણ
   શરીર માટે નુકસાનકારક છે હાઇ પ્રોટીન ડાયટ, જીવલેણ રોગોનું બને છે કારણ

   હેલ્થ ડેસ્કઃ આજકાલ હાઇ પ્રોટીન ડાયટ લેવાનો ટ્રેન્ડ છે. ખાસ કરીને યુવાનોમાં જે સિક્સપેક એબ્સ બનાવવા ઈચ્છે છે. જો તમે પણ હાઇ પ્રોટીન ડાયટ લઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે તેને પચાવવું ખૂબ જરૂરી છે નહીં તો આ અનેક રોગોનું કારણ બની શકે છે. ખાસ કરીને કિડની ડિસીઝનું. હાલમાં જ એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે ડેરી પ્રોડક્ટમાં રહેલું પ્રોટીન સારું હોય છે, પરંતુ આ પ્લાન્ટ પ્રોટીનની સરખામણીમાં જીવલેણ છે. તેમાં હાર્ટ એટેકની શક્યતા 43 ટકા વધી જાય છે. અભ્યાસ આ વાત ઉપર કેન્દ્રિત છે કે હાઇ પ્રોટીન ડાયટનો સંબંધ હાર્ટ ફેલ સાથે વધુ છે. દરરોજ 35 ગ્રામ કરતા વધુ પ્રોટીન શરીર પચાવી નથી શકતું.

   કિડની ડિસીઝ અને કેન્સરનો ખતરો

   યૂનિવર્સિટી ઓફ ઈસ્ટર્ન ફિનલેન્ડના પ્રોફેસર હેલી ઇકે વિર્તાનેન મુજબ અનેક લોકોએ હાઇ પ્રોટીન ડાયટ લીધા પછી સ્વાસ્થ્ય લાભ થવાનો દાવો કર્યો છે, પરતું એવું હવે નથી. પ્રોટીનમાંથી મળતા એમિનો એસિડ્સથી એક્સરસાઇઝ કરતા લોકોની બોડીને લાભ મળશે, પરંતુ એક ચોક્કસ મર્યાદા સુધી. તેના પછી આ કિડનીને નુકસાન પહોંચાડશે અને કેન્સરની શક્યતા પણ થઈ શકે છે.

   આ રીતે સમજો શા માટે ફેટ કરતા વધુ ખતરનાક છે હાઇ પ્રોટીન

   એક્સ્ટ્રા ફેટ લેવાથી શરીર મેદસ્વી બની શકે છે અથવા પેટ બહાર આવી શકે છે, પરંતુ પ્રોટીનની સાથે આવું નથી. પ્રોટીન પચાવી ન શકવાની સ્થિતિમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. આ રિસાઇકલ થતું રહે છે અને ક્યારેક-ક્યારેક શરીરથી યૂરિન વગેરેના રૂપમાં નીકળી જાય છે. પરંતુ જે નીકળતું નથી તે રોગનું કારણ બને છે.

   શું પ્રોટીન મસલ્સ બનાવવા માટે જરૂરી છે?

   ના. પ્રોટીન શરીરને ચલાવવા માટે એક જરૂરી માઇક્રોન્યૂટ્રિઅન્ટ છે. તેના ન હોવા પર મૃત્યુ થઈ શકે છે અથવા પછી ગંભીર રૂપથી કુપોષણનો શિકાર થઈ શકાય છે.

   શું કરે છે પ્રોટીન?

   પ્રોટીન આપણાં એન્ઝાઇમ્સ, સેલ ટ્રાંસપોર્ટર, તમામ સેલ્સની સંરચના, વાળ, આંગળીઓના નખ, મસલ્સ, હાડકાં, આંતરિક અંગો અને હોર્મોન પ્રોટીનથી જ બનેલા હોય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શરીર માટે નુકસાનકારક છે હાઇ પ્રોટીન ડાયટ । High Protein Is Harmful For Us As It Does Not Digest Easily
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `