શા માટે અડધી રાત્રે ઉડી જાય છે ઉંઘ, જાણો શું હોઇ શકે છે કારણ

દિવસ દરમિયાનના તણાવો અને નેગટિવ વિચારો રાત્રે આપણા મગજ પર કબજો જમાવી બેસે છે.

divyabhaskar.com | Updated - Jan 30, 2018, 06:49 PM
why you waking up in night here is the reason

યુટિલિટી ડેસ્કઃ શ્રેષ્ઠ ઉંઘ સારા સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે, પરંતુ હાલના સમયમાં બહુ ઓછા લોકો હશે કે જેમને આવી ઉંઘ લેવા મળતી હશે, કારણ કે દિવસ દરમિયાનના તણાવો અને નેગટિવ વિચારો રાત્રે આપણા મગજ પર કબજો જમાવી બેસે છે. તેમાં પણ કેટલાક લોકોની ઉંઘ અચાનક રાત્રે તુટી જાય છે. સતત આ પ્રકારની સમસ્યા રહેવાથી તેની અસર સવારે આપણા વર્ક અને નેચર પર પડતી હોય છે. આમ થવાથી આપણે ડિપ્રેશનમાં રહીએ છીએ અને આપણું એનર્જી લેવલ પણ ઘટી જાય છે. જો આપણને સારી ઉંઘ ન મળે તો તેની અસર જીવનશૈલી અને સ્વાસ્થ્યને ગંભીર રીતે થતી હોય છે. આજે અમે અહી મધરાત્રે અચનાક ઉંઘમાંથી ઉઠી જવા પાછળ કયા કારણ જવાબદાર છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

અડધી રાત્રે ઉંઘ ઉડી જવાના કારણો જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

why you waking up in night here is the reason

ચા-કોફીનું રાસાયણિક દ્રવ્ય

ચા-કોફીનું રાસાયણિક દ્રવ્ય આપણા શરીરમાં 5થી 6 કલાક સુધી રહે છે એટલે કે રાત્રે 8 વાગ્યે કોફી પીધી હોય તો તે આપણા સિસ્ટમમાં 1-2 વાગ્યા સુધી રહે છે. જેના કારણે તમે રાત્રે પુરતી ઉંઘ લઇ શકતા નથી. તેથી રાત્રે ઉંઘવાના 5-6 કલાક પહેલા ચા-કોફી પીવાનું ટાળો.

why you waking up in night here is the reason

આલ્કોહોલ

નિમિત માત્રામાં આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર માટે સારું રહે છે પરંતુ અધિક માત્રામાં આલ્કોહોલ લેવાથી તે આપણી ઉંઘવાની ક્ષમતા નબળી કરી નાંખે છે અને વધુ પડતાં આલ્કોહોલનો ઉપયોગ કરનાર અનિદ્રાનો શિકાર બને છે.

why you waking up in night here is the reason

જૂની યાદોને તાજી કરવી

જો તમને ઉંઘતા પહેલા ભૂતકાળમાં કરેલી ભૂલો અને જૂની યાદોને તાજી કરવામાં આવે તો એ તમારી ઉંઘ પર અસર કરે છે. ઉંઘતા પહેલા નકારાત્મક વિચારો આવવાથી અસ્વસ્થતાનું પ્રમાણ વધે છે અને આપણી ઉંઘ બગાડે છે.

why you waking up in night here is the reason

ઉંઘવાનું સ્થળ ખરાબ હોવું

ક્યારેક એવું બને કે બધુ જ બરોબર હોય તેમ છતાં પણ અડધી રાત્રે ઉંઘ ઉડી જાય છે, તેવામાં એ ચેક કરવું જરૂરી છે કે તમે જે ગાદલું અથવા તો ઓશિકું લીધું છે તે હાર્ડ કે ખરાબ હોઇ શકે છે. તેમજ તમારી સુવાની જગ્યા સાફ ન કરી હોય તો પણ રાત્રે ઉંઘ ઉડી જવાની સમસ્યા સર્જાય છે.

why you waking up in night here is the reason

સ્વાસ્થ્ય પ્રોબ્લેમ

જો તમે રાત્રે વારંવાર ઉઠી જાઓ છો તો બની શકે છેકે તમને કોઇ હેલ્થ પ્રોબ્લેમ હોઇ શકે છે. હેલ્થ પ્રોબ્લેમ હોવાના કારણે શરીર સ્વસ્થતા અનુભવતું નથી અને તેના કારણે રાત્રે ઉંઘ ઉડી જવાની સમસ્યા સર્જાતી રહે છે.

X
why you waking up in night here is the reason
why you waking up in night here is the reason
why you waking up in night here is the reason
why you waking up in night here is the reason
why you waking up in night here is the reason
why you waking up in night here is the reason
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App