ગર્ભવતી મહિલાઓએ શા માટે કરવું જોઇએ પાલકનું સેવન, જાણો આ 4 કારણ

બાળકનો વિકાસ સારી રીતે થઇ શકે અને સાથે જ માતા પણ સ્વસ્થ રહી શકે

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:53 PM
why Pregnant Women eat Spinach know about this

ગર્ભવતી મહિલાઓએ શા માટે કરવું જોઇએ પાલકનું સેવન, જાણો આ 5 કારણ.

યુટિલિટી ડેસ્કઃ ગર્ભાવસ્થા દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી બાળકનો વિકાસ સારી રીતે થઇ શકે અને સાથે જ માતા પણ સ્વસ્થ રહી શકે. તેવામાં પાલકનું સેવન કરવું માતા અને બાળક બન્નેના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ગર્ભાવસ્થામાં સ્વસ્થ આદત, વ્યાયામ અને અનેકવિધ સ્વસ્થ આહારની જરૂર રહે છે, જેથ ગર્ભમાં ઉછરી રહેલું બાળક સ્વસ્થ રહે અને તેને પુરતીમાત્રામાં પોષણ મળે, જેથી તેનો સારી રીતે વિકાસ થઇ શકે. ગર્ભવતી મહિલાઓને ખાદ્ય પદાર્થનું સેવન સમજી વિચારીને કરવું જોઇએ, નહીંતર બાળક અને માતા બન્ને માટે હાનિકારક સાબિત થઇ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પાલકનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેમાં ફોલિક એસિડ, બિટા કેરાટિન, વિટામિન એ ઉપરાંત અન્ય પોષક તત્વ હોય છે, જે બાળક અને માતા બન્ને માટે લાભકારી હોય છે. તેનું સેવન શરીરમાં લોહીનું સંચાર સારી રીતે કરે છે, જે બાળકોના વિકાસ માટે જરૂરી હોય છે. આજે અમે ગર્ભવતી મહિલાઓને પાલકનું સેવન શા માટે કરવું જોઇએ તે જણાવી રહ્યાં છીએ.

આયર્ન પ્રદાન કરે છે અને એનીમિયાથી બચાવે છે


મહિલાઓ મોટાભાગે એનીમિયાથી પીડિત હોય છે, જે ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય છે. ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ માટે આયર્નની જરૂરી હોય છે. તેથી આયર્નની ગોળીઓ લેવાના બદલે પોતાના દૈનિક આહારમાં પાલકનું સેવન જરૂર કરો. આયર્ન ઉપરાંત તેમાં ફોલિક એસિડ હોય છે, જે એનીમિયાને ઓછો કરવામાં મદદ કરે છે.

અન્ય ફાયદા વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

બાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છે
બાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છે

બાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છે

પાલકમાં બીટા કેરોટીન ઉચ્ચ માત્રામાં હોય છે, આ તત્વ બાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છે. બીટા-કેરોટીન સામાન્ય રીતે વિટામિન-એમાં પરિવર્તિત થાય છે અને તેના થકી તે બાળકના વિકાસમાં મદદ કરે છે. વિટામિન એ તમારા બાળકના મસ્તિષ્કના વિકાસમાં પણ મદદ કરી શકે છે. 

જન્મના દોષને અટકાવે છે
જન્મના દોષને અટકાવે છે

જન્મના દોષને અટકાવે છે

 પાલક જન્મ દોષ રોકે છે, કારણ કે તેમાં આયર્ન, ફોલેટ અને ફોલિક એસિડ હોય છે. જે ગર્ભમાં બાળકને સુરક્ષા પ્રદાન કરે છે, જેનાથી બાળકને મજબૂત રહેવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે તે ક્લેફ્ટ લિપ, સ્પાઇના બિફિડા અને ક્લેફ્ટ પાલાટ જેવા જન્મ દોષોને રોકે છે. 

પાલકથી કબજિયાત દૂર થાય છે
પાલકથી કબજિયાત દૂર થાય છે

પાલકથી કબજિયાત દૂર થાય છે

જો એક ગર્ભવતી મહિલા પોતાના આહારમાં નિયમિત રીતે પાલકનું સેવન કરે છે તો તેને કબજિયાત કે પછી અન્ય કોઇ પાચન સંબંધી સમસ્યાઓ રહેશે નહીં. શરીરમાં હોર્મોનલ પરિવર્તનના કારણે ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત એક સામાન્ય સમસ્યા હોય છે. પાલકમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે બોવેલ મૂવમેન્ટને સરળ બનાવવામાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. 

X
why Pregnant Women eat Spinach know about this
બાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છેબાળકના ફેફસાંના વિકાસમાં મદદ કરે છે
જન્મના દોષને અટકાવે છેજન્મના દોષને અટકાવે છે
પાલકથી કબજિયાત દૂર થાય છેપાલકથી કબજિયાત દૂર થાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App