શરીરના આ 8 ભાગોને ક્યારેય ન અડાડો હાથ, થાય છે અનેક બીમારી

કોઇને કોઇ રીતે જર્મ્સ આપણા હાથમાં રહી જતાં હોય છે અને તે અનેકવિધ બીમારીઓને આમંત્રિત કરે છે

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:38 PM
why never touch these 8 parts of body

યુટિલિટી ડેસ્કઃ આપણા શરીરને કોઇ અન્યનો હાથ સ્પર્શે તેના કરતા આપણો હાથ સ્પર્શ કરે તે આપણને સારું લાગે છે. પરંતુ શરીરના એવા કેટલાક ભાગ છે કે જેને સ્પર્શવામાં આવે તો વિવિધ પ્રકારની બીમારીઓ થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જર્મ્સને ટ્રાન્સમિશન કરવામાં આપણો હાથ મહત્વની ભૂમિકા અદા કરે છે. આપણે આપણા હાથને સારી રીતે સાફ કર્યા હોય તો પણ કોઇને કોઇ રીતે જર્મ્સ આપણા હાથમાં રહી જતાં હોય છે અને તે અનેકવિધ બીમારીઓને આમંત્રિત કરે છે. આજે અમે એવા જ કેટલાક બોડી પાર્ટ્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જ્યાં વાંરવાર સ્પર્શ ન કરવો જોઇએ.

ચહેરો


પોતાના ચહેરાને ધોવાની આદત બધાને હોય છે, ન્હાયા પછી પણ લોકો પોતાના ચહેરાને લઇને સાવચેત હોય છે અને સતત તેને અડીને જુએ છે. ચહેરો ઓઇલી લાગે તો તેને વારંવાર હાથ વડે સાફ કરવું જોખમી છે. જેના કારણે ચહેરા પર ખીલ થવાની શક્યતા વધી જાય છે. વારંવાર હાથ લગાવવાથી હાથના કિટાણુ ચહેરા પર ચોંટી જાય છે અને ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. તેનાથી સ્કિન પ્રોબ્લેમ થઇ શકે છે.

અન્ય ભાગો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ
કોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ

આંખ

કોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ. ક્યારેક દુખાવો થયો હોય ત્યારે કે પછી ક્યારેક અમસ્તા જ આપણે આંખને મસળતા હોઇએ છીએ. આંખ ઘણી સેન્સેટિવ હોય છે અને સૌથી ઝડપી તેને એન્ફેક્શન લાગી જાય છે, પરંતુ આપણે જ્યારે આંખોને સ્પર્શ કરીએ છીએ ત્યારે આ વાતોનું ધ્યાન રાખતા હોતા નથી કે તેને સ્પર્શવાથી ઇન્ફેક્શન થઇ શકે છે. હાથ અને નખમાં રહેલા કિટાણુ આંખોમાં સરળતાથી જતા રહે છે, તેથી આંખોમાં ખંજવાળ આવે છે અને ધીરે-ધીરે તે ઇન્ફેક્શનનું સ્વરૂપ લઇ લે છે.

જે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ
જે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ

વાગ્યું હોય તે ભાગ

આપણે બધા જાણીએ છીએ કે આપણા હાથમાં બેક્ટેરિયા હોય છે, તેવામાં જે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ, કારણ કે તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેલી છે. તેથી જ્યારે શરીરના કોઇ ભાગમાં વાગે ત્યારે હાથ સારી રીતે ચોખ્ખા કરીને વાગેલા ભાગને બેન્ડેડ કે પાટો બાંધવો જોઇએ. 

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે

કાન

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે. કેટલાક લોકો મોટાભાગે કાનમાં ખંજવાળ આવવાથી તેને હાથ અથવા અન્ય કોઇ વસ્તુથી સાફ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ઘણું જોખમી છે તેનાથી કારની અંદરની ઇયર કેનાલને અસર થાય છે અને તે ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. 

મોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે
મોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે

મોઢાંમાં હાથ નાંખવો

મોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે, તેમ છતાં મોઢાંમાં હાથ નાંખવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. આપણે આપણા હાથ સારી રીતે ધોયા હોય તો પણ કેટલાક બેક્ટેરિયા એવા હોય છે જે આપણા હાથમાં ચોંટી રહે છે અને જ્યારે આપણે મોઢાંમાં આપણો હાથ નાંખીએ છીએ ત્યારે આ બેક્ટેરિયા આપણા મોઢાંમાં જતાં રહે છે.

કેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે
કેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે

નખની અંદરની સ્કિન

નખ કાપતી વખતે ઘણી આવર અંદરની સ્કિન ગંદી જોવા મળે છે, તેવામાં કેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે અથવા તો પછી નેઇલ કટરથી એ ભાગ સાફ કરે છે, પરંતુ આમ કરવું ખતરનાક છે. તેનાથી ફંગલ ઇન્ફેક્શન થવાનું જોમખ રહે છે.

ઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે
ઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે

નાકમાં આંગળી નાંખવી

ઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે, પરંતુ ક્યારેય વિચારતા નથી કે જેનાથી તમે ગંદકી કાઢી રહ્યાં છો એ જ આંગળી વધારે ગંદકીને આમંત્રિત કરે છે.  હાથના જર્મ્સ નાકમાં જવાથી નેજલ ઇન્ફેક્શન થાય છે અને સતત આમ કરવાથી ફંગલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. નાકને સાફ કરવાનો શ્રેષ્ઠ ઉપાય સેનેટાઇ ટિસ્યૂ છે, તેનાથી સાફ કરવાથી કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનનું જોખમ રહેતું નથી. 

આ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે
આ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે

બટ(નિતંબ)

આ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે. જેથી બટ(નિતંબ)ને સ્પર્શ કરવાથી ત્યાં રહેલાં બેક્ટેરિયા હાથમાં ચોંટી જાય છે અને જ્યારે આપણે શરીરના અન્ય ભાગમાં આ બેક્ટેરિયાવાળા હાથે સ્પર્શ કરીએ છીએ ત્યારે આ બેક્ટેરિયા એ ભાગોમાં પણ ફેલાય જાય છે અને ઇન્ફેક્શન થાય છે. 

X
why never touch these 8 parts of body
કોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએકોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ
જે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએજે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છેઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે
મોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છેમોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે
કેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છેકેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે
ઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છેઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે
આ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છેઆ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App