ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» જમવાનો શ્રેષ્ઠ સમય કયો? શું કહે છે આયુર્વેદ | Know the right time eat by Vagbhata

  જમવાનો શ્રેષ્ઠ સમય કયો? શું કહે છે આયુર્વેદ

  divyabhaskar | Last Modified - May 08, 2018, 11:30 AM IST

  સવારે છ રોટલી ખાવ, તો બપોરે અને સાંજે કેટલી રોટલી ખાવી?
  • જમવાનો શ્રેષ્ઠ સમય કયો? શું કહે છે આયુર્વેદ
   જમવાનો શ્રેષ્ઠ સમય કયો? શું કહે છે આયુર્વેદ

   યુટિલિટી ડેસ્ક: ક્યારે જમવું જોઈએ અને કેટલું જમવું જોઈએ તેને લઈને અનેક લોકોના મનમાં મુંજવણ રહેલી છે. આજે અમે તમારી આ મુંજવણને દૂર કરીશું અને અહીં જણાવીશું કે જમવાનો શ્રેષ્ઠ સમય કયો છે.

   આયુર્વેદનો જાણકાર વાગભટ્ટજી કહે છે કે જઠરમાં સૌથી વધારે અગ્નિ હોય ત્યારે જમવું જોઈએ. તો હવે બીજો પ્રશ્ન એ આવે કે જઠર અગ્નિ કયા સમયે સૌથી વધારે તીવ્ર હોય છે? તો વાગભટ્ટજી કહે છે કે સુર્યનો ઉદય થાય ત્યારથી લઈ અઢી કલાક સુધી જઠર અગ્નિ સૌથી વધારે તીવ્ર હોય છે. તો આ સમયે સૌથી વધારે ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે. વાગભટ્ટજી તો એવું કહે છે કે શક્ય હોય તો તમારે સવારના 9.30 વાગ્યા સુધીમાં નાસ્તો ન કરતા બપોરનું ભોજન લઈ લેવું જોઈએ. તેઓ કહે છે કે આ સમયે જે પણ ખાધું હશે તેના દરેક દાણામાંથી શરીરને પોષક તત્વો મળશે.

   શરીરના દરેક અંગના કામ કરવાનો સમય અલગ અલગ છે. જઠરનો શ્રેષ્ઠ સમય 7.30AM થી 9.30AM, હ્રદયનો કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે 1.30AMથી 4.00 AM. એટલા માટે જ સૌથી વધારે હાર્ટ એટેક આ સમયે આવે છે. અહીં બપોરના ભાજનેને નાસ્તા કરતા ઓછું કરવાની સલાહ આપવામાં આવી છે. તમે સવારે છ રોટલી જમો છો તો બપોરે 4 રોટલી જ જમો અને સાંજે 2 રોટલી જ જમો. સાંજનું જમવાનું સુરજ આથમે તે પહેલા જમી લો. સુરજ આથમે તેની 40 મિનિટ પહેલા જમી લેવું જોઈએ. જૈન ધર્મમાં પણ કહેવાયું છે કે રાત્રે ભોજન ન કરવું.

   તમને જમવામાં જે વસ્તુ સૌથી વધારે પસંદ છે તે સવારે લેવી. જલેબી પસંદ છે તો સવારે ખાવ કે પરાઠા પસંદ છે તો તે પણ સવારે ખાવ. જમવામાં પેટની સંતુષ્ટી કરતા મનની સંતુષ્ટી વધારે જરૂરી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે દરોજના ભોજનથી સંતુષ્ટ નથી તો તમને 27 પ્રકારની બીમારી થઈ શકે છે. મનુષ્યને છોડીને દરેક જીવ, જંતુ, પક્ષી અને પ્રાણીઓ આ નિયમનું પાલન કરે છે. આપણે સૌથી ઊલટું કરીએ છીએ નાસ્તો ઓછો, તેનાથી વધુ બપોરનું જમવાનું અને તેનાથી પણ વધારે સાંજે જમવાનું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જમવાનો શ્રેષ્ઠ સમય કયો? શું કહે છે આયુર્વેદ | Know the right time eat by Vagbhata
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `