દાળ-ભાત ક્યારે ખાવા જોઇએ, દિવસમાં કે રાતના ભોજનમાં ?

લંચ કે ડિનરમાં આપવું દાળ-ભાતને સ્થાન, જાણો

divyabhaskar.com | Updated - May 24, 2018, 03:39 PM
દાળ ભાત ખાવાનો સમય | Healthy time to eat Dal Rice

હેલ્થ ડેસ્કઃ મોટાભાગના લોકો રાતના ખાવાની સાથે ભાતનો ખોરાકમાં ઉપયોગ કરતાં હોય છે. કેટલાંક લોકો દિવસે અને રાતે અને દિવસે એમ બન્ને સમયે ભાત ખાતા હોય છે. કેમ કે ભાત ખાવાનો કોઇ સમય હોતો નથી. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ભાત ખાવાનો યોગ્ય સમય છે. ભાતને લંચ ટાઇમમાં અર્થાત્ દિવસે ખાવા જોઇએ રાત્રે નહિં.

એવું કેમ : કાર્બ્સને લેવાનો સાચો સમય દિવસનો છે.

તેનાથી શું થશે : કાર્બ્સ દિવસભર ભરાયેલી ઊર્જા શરીરને આપશે. ખાવાના ત્રણ ચાર કલાક પછી લાગેલી ભૂખને પણ દૂર કરી શકે છે. દિવમસાં ખાધેલી મોટા ભાગની કેલરીને તમે પચાવી શકો છો. આમાં તે આશંકા રહેશે નહિં કે ભાત ફેટના રૂપમાં શરીરમાં ભેગો થશે. રાત્રિના ખાવાનામાં આ કારણથી ભાત ન લેવો જોઇએ. વળી રાત્રે ભાત ખાધા પછી મળતી કેલરી વપરાતી નથી અને શરીર પણ વધી શકે છે.

વજન પણ વધારશે : જો ભાત અયોગ્ય સમય પર ખાવામાં આવે તો વજન પણ વધી શકે છે. કારણ કે તે હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કાર્બ છે, જે શરીરમાં બ્લડશુગરના પ્રમાણને વધારી શકે છે. તે શુગર ફેટમાં ફેરવાઇ જાય છે, જે એડિપોજ ટિશ્યૂઝમાં જમાં થાય છે. એટલે ફેટ સેલ્સના રૂપમાં શરીરમાં જમા થાય છે. જો વજન વધારવા જ માંગો છો તો સવારે નાસ્તામાં અને લંચ બન્ને સમય ભાતનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે. ભલે તમે જિમિંગ કરતાં હોવ અથવા તો સવારમાં પરસેવો પાડવાની રમત રમતાં હોય, તો પણ રાત્રે ભાત ના ખાતાં

જો તમારે નાઇટ શિફ્ટ હોય તો : જો રાત્રે તમે કામ કરતી વખતે ભાતનો ખોરાકમાં ઉપયોગ કરવો. જેથી કામ કરતી વખતે તમને ઉર્જા મળે. છતાં પણ રાતમાં ભાત 8 વાગ્યા પહેલાં ખાઇ લેજો. કારણ કે આના પછી એના મેટોબોલિઝમની ઝડપ બહુ ધીમી થઇ જાય છે.

X
દાળ ભાત ખાવાનો સમય | Healthy time to eat Dal Rice
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App