કાર અથવા બસમાં થાય છે વોમિટિંગ તો અપનાવો આ ઉપાય, તુરંત મળશે રાહત

divyabhaskar.com

Apr 02, 2018, 06:09 PM IST
what to do when vomiting during travelling
what to do when vomiting during travelling

યુટિલિટી ડેસ્કઃ અનેક લોકોને મુસાફરી દરમિયાન ગભરામણ અને વોમિટિંગ જેવી સમસ્યાઓ થાય છે. તેમને શ્વાસ લેવામાં, બેચેની અને ગભરાટનો અનુભવ થાય છે. જેનું કારણ મગજ સુધી ઓક્સિજન ન પહોંચવું તથા અન્ય સમસ્યા હોઇ શકે છે. આજે અમે અહીં એવી જ કેટલીક સમસ્યાઓ અંગે જણાવી રહ્યા છીએ જેમાંથી બચવા માટે તમે અમુક સરળ ઉપાય કરી શકો છો.

આ કારણે થઇ શકે છે વોમિટિંગ


મોશન સિકનેસ


મોશન સિકનેસ એ પ્રક્રિયા છે જ્યારે શારીરિક ક્રિયાઓ અને મગજનું તાલમેલ ન હોય. આપણા શરીરની દરેક ઇન્દ્રીઓ મગજ સાથે જોડાયેલી હોય છે. આ ઇન્દ્રીઓની હરકત પ્રમાણે મગજ પ્રતિક્રિયા આપે છે. જ્યારે આપણે કાર અથવા બસમાં મુસાફરી કરતા હોઇએ છીએ ત્યારે આપણી આંખ, નાક અને કાન ત્રણેય એકસાથે કામ કરે છે. તેવામાં અનેકવાર મગજ અને ઇન્દ્રીઓ વચ્ચે તાલમેલ બેસતો નથી. જેની વિપરિત અસર આપણા શરીર પર જોવા મળે છે.

ગરદનની નસ દબાવી


જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે કાર અથવા સાધનની બેઠક વ્યવસ્થા આરામદાયક ન હોય ત્યારે ગરદન ઘણીવાર એક જ સ્થિતિમાં રહે છે. જેનાથી ગરદનની નસ દબાય જાય છે. ગરદનની નસ સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. તેથી નસ દબાવાથી મગજ અસહજતા અનુભવે છે અને બેચેની તથા ગભરામણ જેવા સંકેત આપવા લાગે છે.

ઓક્સિજનની ઉણપ


કાર અથવા બસમાં કાંચ બધ રહેવાથી સંપૂર્ણમાત્રામાં ઓક્સિજન મળતું નથી. જેના કારણે અનેક લોકોને વોમિટિંગ થવા લાગે છે. આ ઉપરાંત અનેક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જ્યારે તેઓ ખુલી જગ્યામાં હોય છે ત્યારે તેમને આવી સમસ્યા નડતી નથી, પરંતુ જ્યારે તેઓ બંધ જગ્યામાં હોય છે ત્યારે તેમને મુશ્કેલી અનુભવાય છે.

પેટમાં એસિડ જનરેટ થવું


જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપણા ઘૂંટણ વળેલા હોય છે, વાંરવાર બ્રેક લાગવાથી પેટ પર દબાણ ઉભુ થાય છે. જેના કારણે પેટમાં એસિડ બને છે. લાંબા સમય સુધી આ પ્રકારે મુસાફરી કરવામાં આવે તો ખાટા ઓડકાર, પેટમાં દુખાવો અને ગભરામણ થતી હોય તેવું લાગે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો શું કરવા જોઇએ ઉપાય

X
what to do when vomiting during travelling
what to do when vomiting during travelling
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી