વર્કઆઉટ પહેલાં કેટલું અને શું ખાઇ શકાય?

જો એક કલાકથી પણ ઓછા સમયમાં વર્કઆઉટ કરવાનું છે તો ગ્રીક યોગર્ટ, ફળ, ન્યૂટ્રીશન બાર, કેળાં, નારંગી અથવા સફરજન લઇ શકો છો

divyabhaskar.com | Updated - Jun 09, 2018, 07:12 PM
કસરત પહેલાં ખવાતા ફૂડ | Food eat before exercise

હેલ્થ ડેસ્કઃ વર્કઆઉટનું ચલણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. વર્કઆઉટ પહેલાં પણ શરીરને તાકાતની જરૂરિયાત હોય છે. એવામાં સવાલ ઊભો થાય છે કે વર્કઆઉટ પહેલાં શું લઇ શકાય અને કેટલાં પ્રમાણમાં લેવું જોઇએ.

કાર્બ્સ : માંસપેશીઓ કાર્બ્સમાંથી પોતાના માટે ગ્લુકોઝ લે છે, જેથી શરીરને ઊર્જા મળી શકે. ગ્લાયકોજનના રૂપમાં ગ્લૂકોઝ શરીરમાં લિવર અને માંસપેશીઓમાં સ્ટોર રહે છે. ભલે એકસરસાઇઝ ઓછી થાય કે વધારે માંસપેશીઓમાં રહેલું ગ્લાયકોજન જ ઊર્જા આપશે.
આ લઇ શકાય છે : એક વાટકી ઓટ્સ, કિનોઆ, બટાકા, કેળાં, સૂકો મેવો અથવા શક્કરિયા. આમાં વધારે મીઠું અને મરચાંનો ઉપયોગ ન કરવો. ખોરાકમાં એક વાટકીથી વધારે ન લેવું, કારણ કે વર્કઆઉટ કરવાનું છે.
પ્રોટીન : ખોરાકમાં લેવાથી વર્કઆઉટમાં મદદ મળશે. ખોરાકમાં 20 ગ્રામ પ્રોટીન લેવામાં આવશે તો એક્સર્સાઇઝ સારી રીતે થઇ શકશે.

કેટલું ખાઇ શકાય ?

- જો તમારે ચાર કલાક પછી વર્કઆઉટ કરવાનું છે તો પૂરો ખોરાક ખાઇ શકો છો. અથવ‌ા કાર્બ્સ, પ્રોટીનનો સારો ડાયટ લઇ શકો છો.
- જો તમારે ત્રણ કલાક પછી વર્કઆઉટ કરવાનું છે તો સેન્ડવીચ, બ્રાઉન રાઇસ અથવા રોસ્ટેડ વેજિટેબલનો પ્રયોગ કરવો જોઇએ.
- બે કલાક પછી જો વર્કઆઉટ કરવાનું છે તો દૂધ પી શકો છો, અથવા કેળાં અને બ્લેકબેરી વગેરે લઇ શકો છો. એક કપ ઓટ્સની સાથે કેળાં અને બદામ પણ લેશો તો સારું રહેશે.
- જો એક કલાકથી પણ ઓછા સમયમાં વર્કઆઉટ કરવાનું છે તો ગ્રીક યોગર્ટ, ફળ, ન્યૂટ્રીશન બાર, કેળાં, નારંગી અથવા સફરજન લઇ શકો છો.

દૂધમાં ગોળ મિક્સ કરી પીવો રોજ, મળશે 5-5 Amazing ફાયદા

X
કસરત પહેલાં ખવાતા ફૂડ | Food eat before exercise
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App