શિયાળામાં પણ પરસેવો વળે છે, તો હોઈ શકે છે આ કારણ

આપણું શરીર વાતાવરણના તાપમાન પ્રમાણે પોતાના તાપમાનને સંતુલિત કરે છે

divyabhaskar.com | Updated - Feb 05, 2018, 04:39 PM
what is the reason for Sweating in cold

યુટિલિટી ડેસ્ક: આપણું શરીર વાતાવરણના તાપમાન પ્રમાણે પોતાના તાપમાનને સંતુલિત કરે છે. ગરમીમાં જો ઠંડી લાગવી એ કોઇ બીમારી તરફ સંકેત કરે છે. તેવી જ રીતે ઠંડીમાં પરસેવો થવો એ પણ કોઈ બીમારી તરફ સંકેત કરે છે.

શું તમે અનુભવ્યુ છે કે ઠંડીના વાતાવરણમા અથવા તો તાપમાનમા ઘટાડો થવાથી પણ ક્યારેક પરસેવો થવા લાગે છે. જો આવું થાય તો તેને અવગણવું જોઈએ નહીં. આ ચિંતા ઉપજાવે તેવા સંકેત છે. વાતાવરણ ઠંડું હોય, એસીના કારણે ઠંડું હોય, જો વાતાવરણ ઠંડું હોય તો તમારુ શરીર પણ અંદરથી ઠંડું રહે છે. જો વાતાવરણ ઠંડું હોય પણ આપણું શરીર ગરમી અનુભવે તો આ એ વાતના સંકેત છે કે આપણું સ્વાસ્થ્ય ઠીક નથી. આજે અમે ઠંડીમાં પરસેવો થવા પાછળનુ કારણ શું હોઈ શકે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો... શું હોઇ શકે છે કારણ

what is the reason for Sweating in cold

ઓક્સિજનની ઉણપ

જ્યારે આપણા શરીરમાં પૂરતી માત્રામાં ઓક્સિજન મળતું ન હોવાથી આપણને ગભરામણ થવા લાગે છે અને પરસેવો થવા લાગે છે. પરસેવો થવો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ એ વાતનો સંકેત હોય છે કે આપણા શરીરમાં ઓક્સિજન ઓછું છે. તેવામાં બારી ખોલીને તાજી હવામાં ઉંડો શ્વાસ લેવો જોઈએ.

what is the reason for Sweating in cold

થાયરોડની સમસ્યા

ઠંડા વાતાવરણમાં બગલ અને શરીરમાં પરસેવો બહુ થઇ રહ્યો હોય તો થાયરોડ ગ્રંથીની સમસ્યા તરફ સંકેત કરે છે. થાયરોડ ગ્રંથીનું મુખ્ય કારણ હોર્મોન હોઇ શકે છે.  સતત પરસેવો થવો એ વાતનો સંકેત છે કે તમારી ગ્રંથી વધારે સક્રિય છે, તેવામાં ડૉકટરની સલાહ લેવી જોઈએ.

what is the reason for Sweating in cold

શરીરમાં સુગરનું સ્તર ઓછું હોવું

લોહીમાં ગ્લૂકોઝની ઉણપ એડ્રેનાલાઇનના હોર્મોનના સ્તરને ઘટાડી શકે છે. જ્યારે આખો દિવસ કંઈ ન ખાઈએ તો આપણા શરીરમાં ગ્લૂકોઝ ઘટી જાય છે. ભૂખના કારણે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનુ ઉત્પાદન થવા લાગે છે, જે પાચન માટે જરૂરી છે. ઇન્સ્યુલિન જ્યારે એડ્રેનાલાઇન સાથે ભળી જાય છે, જે આપણા શરીરને અસામાન્ય રીતે કાર્ય કરે છે અને પરસેવો થાય છે.

what is the reason for Sweating in cold

દવાઓની હાનિકારક અસર


વિવિધ પ્રકારની દવાઓ લેવામાં આવે તો પણ આપણું શરીર ગરમ થવા લાગે છે. આ દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા રસાયણ આપણા શરીરને ગરમ કરી શકે છે. ડિપ્રેશનને ઓછું કરવાની દવા, બ્લડપ્રેશરની દવા, શરદી અને ફ્લૂના સારવારની દવા તમારા પરસેવાનુ કારણ હોઇ શકે છે. તેવામાં ડૉકટરની સલાહ લઈ દવા બદલાવી શકો છો.

X
what is the reason for Sweating in cold
what is the reason for Sweating in cold
what is the reason for Sweating in cold
what is the reason for Sweating in cold
what is the reason for Sweating in cold
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App