Home » Lifestyle » Health » what is the process of panchakarma treatment

શરીરને પુનર્જન્મ આપે છે આ ટ્રીટમેન્ટ, દૂર થાય છે અસંખ્ય બીમારીઓ

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 04:45 PM

આ વિધિ ઓછામાં ઓછી 8 દિવસ સુધી ચાલે છે અને તેનો ખર્ચ અંદાજે 5થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે

 • what is the process of panchakarma treatment
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ એલોપેથીથી થનારા નુક્સાનથી બચવા માટે આજકાલ લોકો હોમિયોપેથી અને આયુર્વેદનો સહારો લઇ રહ્યાં છે. આયુર્વેદમાં પંચકર્મનું વિશેષ મહત્વ છે, પંચકર્મ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે. આ ચિકિત્સા પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પંચકર્મ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે રોગને જડમૂળતી ખતમ કરે છે, જેના કારણે સામાન્ય લોકોની વચ્ચે આ ટ્રીટમેન્ટ ઘણી લોકપ્રિય થઇ રહી છે. આજે અમે અમારા વાંચકોને જણાવી રહ્યાં છીએ કે પંચકર્મ શું છે? તેને કેવી રીતે કરવામાં આવે છે? તેનો લાભ શું છે? આ કઇ-કઇ બીમારીઓ માટે લાભકારી છે? પંચકર્મ દરમિયાન કઇ-કઇ સાવધાની રાખવી જોઇએ? તેમજ કઇ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં પંચકર્મ વિધિ કરવામાં આવતી નથી. આ વિધિ ઓછામાં ઓછી 8 દિવસ સુધી ચાલે છે અને તેનો ખર્ચ અંદાજે 5થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે પંચકર્મ ચિકિત્સા અંગે...

  પંચકર્મ ચિકિત્સા શું છે


  પચંકર્મ(પંચ શુદ્ધીકરણ પ્રક્રિયા) ચિકિત્સા શરીરના શુદ્ધિકરણની વિધિ છે, પરંતુ આયુર્વેદમાં આ રોગોની સારવાર કરવાની ચિકિત્સા પ્રણાલી પણ છે. આ આધુનિક લક્ષણ ચિકિત્સા જેવી જ છે. પંચકર્મનું કામ શરીરની પ્રત્યેક નસોમાંથી વિષક્ત પદાર્થને બહાર કાઢે છે. જેમકે છાતીમાંથી કફ, નાના આંતરડામાંથી પિત્ત, મોટા આંતરડામાંથી ગેસને આ વિધિથી સરળતાથી હટાવી શકાય છે. પંચકર્મ માત્ર શરીર જ નહીં, પરંતુ મસ્તિષ્કને પણ સ્વચ્છ કરે છે. પંચકર્મમાં અલગ-અલગ રોગો માટે પાંચ મુખ્ય પ્રક્રિયા કરવામા આવે છે. જેવી રીતે કોઇ સર્જરી કરતી વખતે એક ચોક્કસ ક્રમમાં પ્રક્રિયાઓ કરવામાં આવે છે, તેવી જ રીતે પંચકર્મ સારવારમાં એક ચોક્કસ ક્રમમાં અલગ-અલગ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. દરેક પંચકર્મની દવાઓ અને ક્રિયા અલગ હોય છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો પંચકર્મ વિધિના પ્રકાર

 • what is the process of panchakarma treatment
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વમન

  આ ક્રિયામાં ઉલ્ટી કરીને મોઢામાંથી દોષોને બહાર કાઢવામાં આવે છે. જ્યારે રોગી ખાંસી, શરદી અને દમથી પીડિત હોય તો કફને દૂર કરવા માટે રોગપચારક વમનની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ અનુસાર રોગ પેટથી આરંભ થાય છે. જ્યારે પેટમાંથી કફ હટાવી દેવામાં આવે છે, ત્યારે ફેંફસા સુધી કફ પહોંચવાનું આપમેળે રોકાઇ જાય છે. રોગપચારક વમન કરતા પહેલાં ઓલિએશન તથા સ્વેદ ચિકિત્સા કરવામાં આવે છે. રોગપચારક વમનથી એક દિવસ પહેલાં રોગીના કફ વધારનારા કાળા ચણા, દહીં અને માછલી ખાવામાં આપવામાં આવે છે. બીજા દિવસે સવારે 10 વાગ્યા પહેલાં ત્રણ-ચાર ગ્લાસ દૂધ અથવા જેઠીમધનો ઉકાળો આપવામાં આવે છે. જે એક આયુર્વેદિક ચિકિત્સકની દેખ-રેકમાં કરવામાં આવે છે. 

  - આ ઉપચાર ડાયાબિટીઝ, સતત શરદી રહેવી, ભૂખ ન લાગવી તથા ત્વચાના રોગો માટે લાભકારી છે. 

  કોણે ન કરવું જોઇએ વમનઃ વૃદ્ધાવસ્થા, બાળપણ, હૃદય રોગ, ફેંફસામાં ક્ષય રોગ, ગળાની ઉપર રક્તસ્ત્રાવ, નબળાઇ તથા ગર્ભાવસ્થામાં આ સારવાર ન કરવી જોઇએ.

 • what is the process of panchakarma treatment
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  વિરેચન

  વિરેચનમાં શરીરમાં રહેલા વિષક્ત પદાર્થોને આંતરડામાંથી બહાર કાઢવામાં આવે છે. વિરેચનને પિત્ત દોષોની પ્રધાન ચિકિત્સા કહેવામાં આવે છે. ત્વચાના રોગ, પેટમાં ટ્યૂમર, સાંધામાં દુખાવો, કમળો, કૃમિ હોવાની સ્થિતિમાં વિરેચન કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદાચાર્ય દ્વારા ચિકિત્સાનો એક કોર્સ આપવામાં આવે છે, જેમાં દશમૂલનો ઉકાળો, પાંચ ઔષધી, ત્રિફળા અને ત્રિવૃતની ઔષધી તૈયાર કરીને દર્દીને સવાર-સાંજ આપવામાં આવે છે. દર્દીને આહારમાં પંચકોલા તથા પાણી સાથે ચોખા પકાવીને દિવસમાં બે વાર આપવામાં આવે છે. આ ઉપચાર પંદર દિવસ કરવામાં આવે છે. વિરેચનની ચિકિત્સા દૂધ તથા ઘી સાથે કરવામાં આવે છે. પિત્ત માટે એકમાત્ર ઉત્તમ ચિકિત્સા માનવામાં આવે છે. આ ચિકિત્સા ચામડીના રોગો, લોહી વિકાર, એસીડીટી, વંધ્યત્વ, એલર્જી અને અન્ય પાચન તંત્રના અને સ્ત્રીરોગો પર ખૂબ અસરકારક છે.

   

  કોણે ન કરવું જોઇએ વિરેચનઃ બાળકો, વૃદ્ધો, તાવ, ગુદા, ગર્ભાશય અથવા મૂત્રમાર્ગમાં રક્સસ્ત્રાવ, ફેફસામાં ટીબી, અલ્સરેટિવ કોલાઇટિસ, ડાયરિયા, નિમ્ન પાચક અગ્નિથી પ્રભાવિત લોકોએ વિરેચન પદ્ધતિથી ઉપચાર ન કરાવવો જોઇએ. 

 • what is the process of panchakarma treatment
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  એનીમા(બસ્તિ)

  એનીમામાં ઔષધિઓનો ઉકાળો અને ઔષધિયુક્ત શુદ્ધ તેલ વગેરેને ગુદામાં પ્રવેશ કરાવવામાં આવે છે. આમ કરવા પાછળનો એક ઉદ્દેશ્ય છે. આર્યુવેદ પ્રમાણે શરીરની સંપૂર્ણ ગતિવિધિ તથા ક્રિયાઓને નિયંત્રિત કરનારી શક્તિ વાતનું ઉત્પત્તિ સ્થળ મોટા આંતરડા છે. આ વિધિમાં દર્દીને ઓષધિયુક્ત એનીમા આપવામાં આવે છે. આયુર્વેદમાં વિભિન્ન દર્દીઓ માટે અલગ-અલગ પ્રકારના એનીમાનો ઉલ્લેખ છે. આખા શરીરમાં દુખાવો, એક અંગમાં દુખાવો, સાંધાનો દુખાવો, ફેંટમ ટ્યૂમર, હૃદય રોગ, ભંગદર, માથાનો દુખાવો સ્નાયુ રોગ વગેરેમાં ઉકાળો એનીમા આપવામાં આવે છે. દરેક પ્રકારના સ્નાયુ રોગ, પક્ષાઘાત, અર્ઘ-પક્ષાઘાત, ચેહેરાનો પક્ષાઘાત, કબજિયાત, કમરનો દુખાવો, નિર્બળતા, સાઇટિકા, આર્થરાઇટિસ તથા સાંધાના દુખાવા માટે તેલ એનીમા આપવામાં આવે છે. 


  સાવધાનીઃ હરસ, ગર્ભાવસ્થા, એસાઇટિસ, ડાયરિયા, ડાયાબિટીઝ, અપચો, ઓછી પાચન અગ્નિ જેવી બીમારીમા આ વિધિ ન કરાવવી જોઇએ. 

 • what is the process of panchakarma treatment
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નસ્ય

  છીંક અપાવતી ઔષધિઓ પ્રાણવાયુ પર કાર્ય કરે છે. પ્રાણવાયુ વાતનો એક પ્રકાર છે. જે ઇંદ્રિયોને નિયંત્રિત કરે છે અને કેન્દ્રિય સ્નાયુતંત્રને પણ ઉત્તેજિત કરે છે. અમુક પ્રકારની નસ્ય બેભાન દર્દીના સ્નાયુતંત્રને રાહત પહોંચાડે છે. તેજ નસ્ય સ્નાયુતંત્રને ઉત્તેજિત કરીને દર્દીને ઝડપથી હોશમાં લાવે છે. આ ઓષધિઓ સ્નાયુતંત્રને સક્રિય કરી દે છે. સાઇનાસાઇટિસ, અવાજમાં ગભરાટ, માઇગ્રેન, સરવાઇકલ સ્પૉન્જિલાઇટિસ, કાન અને આંખમાં વિકાર, ખેંચ, કમળો, દાંતમાં દુખાવો તથા અનિંદ્રા વગેરે દર્દીને નસ્ય ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. ગર્ભાવસ્થા, માસિક ધર્મ, સ્નાન પછી, ભોજન અથવા પાણી પીધા બાદ, રક્તસ્ત્રાવ સંબંધી બીમારીઓમાં આ વિધિ કરવામાં આવતી નથી. નસ્ય વિધિમાં પિપલી, ગુંઠી, બ્રાહ્મી, તલનું તેલ, દૂધ, મધ, ઘી, અનુતેલ, નિર્ગુડીતેલ, કટફલ, ત્રિકટુ જેવી ઔષધિ આપવામાં આવે છે. 
   

  નસ્યના પ્રકાર

  બ્રિહમાન(પોષક): માઇગ્રેન, સુંઘવાની ક્ષમતા ગુમાવવી, બેચેની, પક્ષઘાત, સરવાઇકલ સ્પૉન્ડિલાઇટિસ જેવી બીમારીઓ માટે.
  વિરેચન નસ્યઃ કફ સંબંધી રોગો, સાઇનસાઇટિસ, રાઇનાઇટિસ, ટ્યૂમર્સ, શરદી, ખેંચ.
  શમન નસ્યઃ પિત્ત વિકાર, વાળ ખરવા, કાનમાં ઝણઝણાટી, આંખોમાં કંજક્ટિવાઇટિસ. 

 • what is the process of panchakarma treatment

  શરીરમાંથી લોહી કાઢવું

  આ પ્રક્રિયામાંથી વિશિષ્ટ યંત્રો કે જળોથી શરીરમાંથી લોહી બહાર કાઢવામાં આવે છે. લોહીના બગાડથી થતાં ચામડીના રોગો, સફેદ ડાઘ વગેરેની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત માલિશ અને શેક પણ પંચકર્મ વિધિમાં કરવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ