એક ચમચી જેટલી આ વસ્તુ લેવાથી પેટની ચરબી ફટાફટ ગાયબ થશે

દરેક વ્યક્તિ પોતાની વધેલી ચરબીને ફટાફટ ઉતારવા ઈચ્છે છે.

divyabhaskar.com | Updated - Feb 01, 2018, 03:48 PM
how to reduce belly fat

યુટિલિટી ડેસ્ક: આજે લોકોની લાઈફસ્ટાઈલ જ એટલી બદલાઈ ગઈ છે કે તેઓ પોતાના શરીરનું ધ્યાન રાખી શકતા નથી. અનિયમિત ભોજન અને દિનચર્યાના કારણે પેટની ચરબી વધી જતી હોય છે. પોતાની ચરબી વધી ગયું છે તેવું આ લોકોને લાગે છે ત્યારે તેઓ ફટાફટ ચરબી કઈ રીતે ઘટે તેવા નુસખાઓ અપનાવવા લાગે છે જેમાં ઘણી વાર ફાયદો નથી પણ થતો. પણ કારગર ઉપાયો દ્વારા કેવી રીતે વધારાની ચરબીને દૂર કરી શકાય તેની અહીં વાત કરવી છે.

આગળ વાંચો અસરકારક ઘરેલુ ઉપાય વિશે.......

how to reduce belly fat

1. કેળા અને જીરૂ


આયુર્વેદ અનુસાર કેળા પાચનતંત્રને સ્વસ્થ બનાવી રાખે છે. શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. જીરામાં એવા તત્વો રહેલા છે જે શરીરમાં જામેલી ચરબીને ઓગાળે છે. આ બન્ને વસ્તુનું મિશ્રણ કેવી રીતે બનાવવું તે અમે અહીં જણાવીશું. 


એક કેળાના નાના નાના ટૂકડા કરી તેને પીસી નાખો. પીસીને માખણ જેવું બનાવી લો. હવે તાવડી પર જીરાને થોડું શેકીને તેને વાટી લો. ત્યાર બાદ કેળામાં આ જીરાને મેળવી લો. દિવસમાં બે વાર આ મિશ્રણનું સેવન જરૂર કરો. તેનાથી પેટની ચરબી ગાયબ થઈ જશે. 

how to reduce belly fat

2. આદું, લવિંગ, મધ, તજ અને લીંબુ


સૌથી પહેલા બે કપ પાણી લો. પાણીને થોડું ગરમ કરો પછી તેમા અડધી ચમચી તજનો પાવડર નાખો. ત્યાર બાદ ચાર લવિંગ અને એક નાનો ટૂકડો આદુંનો નાખો. પાણીને ત્યા સુધી ન ઉકાળો જ્યા સુધી અડધુ ન થઈ જાય. આ પાણી ઠુંડુ થાય પછી તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ મેળવી પી લેવું. આ ઉકાળો તમારા શરીરની વધારાની ચરબીને હટાવી દેશે.


આ ઉકાળાનું સેવન દિવસમાં બે વાર કરવું. સવારે ખાલી પેટે અને સુવાના અડધા કલાક પહેલાં સેવન કરવું.  

X
how to reduce belly fat
how to reduce belly fat
how to reduce belly fat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App